Friday, April 12, 2024
Google search engine
HomeGujaratનાની ઉંમરે પણ આવવા લાગ્યા હાર્ટ અટેક, અમદાવાદમાં ધો-12ના સ્ટુડન્ટનું ચાલુ પરીક્ષાએ...

નાની ઉંમરે પણ આવવા લાગ્યા હાર્ટ અટેક, અમદાવાદમાં ધો-12ના સ્ટુડન્ટનું ચાલુ પરીક્ષાએ મોત

ગુજરાતમાં એક ખૂબ શોકિંગ બનાવ સામે આવ્યો છે. માત્ર 17 વર્ષના 12માં ધોરણમાં ભણતા સ્ટુડન્ટને બોર્ડની ચાલુ પરીક્ષામાં હાર્ટ અટેક આવ્યો હતો. એકાઉન્ટન્ટનું પેપર લખતી વખતે અટેક આવતાં સ્ટુડન્ટે વોમિટ થઈ હતી. થોડીવાર પછી સ્ટુડન્ટ બેંચ પર માથું રાખીને ઢળી ગયો હતો. આ માસૂમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે આંખો મીંચી દીધી હતી. દીકરાના મોત બાદ પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કોમર્સના સ્ટુડન્ટને ચાલુ પરીક્ષાએ હાર્ટ અટેક આવ્યો
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આજે પહેલાં પેપરમાં જ એક ખૂબ કરુણ બનાવ બન્યો છે. અમદાવાદમાં રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થી અમાન આરીફ શેખને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પરીક્ષા શરૂ થઈને અને વોમિટ થવા લાગી
અમદાવાદના ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના
અમાન આરીફ શેખ નામના આ વિદ્યાર્થીને પરીક્ષા શરૂ થયાના અડધા કલાક બાદ હાર્ટ એટેક આવ્યાની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં પહેલા વિદ્યાર્થી વોમિટ કરવા બહાર જાય છે. ત્યાર બાદ તે બેંચમાં માથું રાખીને સૂઈ જતો જોવા મળે છે. ત્યાર બાદ તેને સુપરવાઈઝર ઉઠાડીને નીચે મોકલે છે. ત્યાર બાદ વિદ્યાર્થી ત્યાંથી ઊભા થઈને જાતે જ પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે. બાદમાં સ્ટુડન્ટ જાતે ચાલીને 108ની એમ્બ્યુલેન્સમાં બેસે છે, જ્યાં વિદ્યાર્થીનું બીપી માપવામાં આવે છે. બીપી વધારે અને પરસેવે રેબઝેબ હોવાથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

ભાંગી પડ્યો પરિવાર
આ અંગેની પરિવારજનોને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં હાજર સૌ કોઈની આંખો ભરાઈ આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page