Friday, April 19, 2024
Google search engine
HomeNationalહડકાયા કૂતરાએ બચકું ભરતા ભેંસનું થયું મોત, 500 લોકોના જીવ જોખમમાં મૂકાયા

હડકાયા કૂતરાએ બચકું ભરતા ભેંસનું થયું મોત, 500 લોકોના જીવ જોખમમાં મૂકાયા

મધ્ય પ્રદેશના ગ્લાવિયરમાં સામૂહિક તહેવારમાં રાયતું પીધા બાદ 500 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતાં. સાંભળવામાં આ તમને અટપટુ લાગી શકે છે પરંતુ આ સાચું છે. આ ઘટના ડબરાના ચાંદપુર ગામની છે. જ્યાં 2 દિવસ પહલાં તેરમામાં લગભગ 700 લોકોએ રાયતું ખાદ્યું હતું. જે ભેંસના દૂધથી રાયતું બનાવવામાં આવ્યું હતું. તે ભેંસનું મોત કુતરું કરડવાથી થઈ ગયું હતું. ત્યાર બાદ વાછરડાનું પણ મોત નિપજ્યું હતું. લોકોને આ અંગે જાણકારી મળી તો તે લોકો ગભરાઈ ગયા હતાં અને 500 લોકો એન્ટી રેબીજ ઈન્જેક્શન લગાવવા માટે હોસ્પિટલ પહોંચી ગયા હતાં. જ્યાં લોકોની લાંબી લાઈનો લાગી હતી.

હરિસિંહ નામના વ્યક્તિએ જણાવ્યું કે, ચાંદપુર ગામમાં તેરમાનો કાર્યક્રમ હતો. જેમાં દતિયા જિલ્લાના પાલી ગામથી મંગાવવામાં આવેલ છાશથી રાયતું બનાવ્યું હતું. તહેવારમાં લગભગ 700 લોકોએ રાયતું ખાદ્યું હતું. તહેવાર થયા બાદ સૂચના મળી કે જે ભેંસના દૂધથી છાશ અને રાયતું બનાવવામાં આવ્યું છે તેનું મોત થઈ ગયું છે.

કુતરું કરડવાથી ભેંસના મોતના સમાચાર બાદ ગામમાં હડકંપ મચી ગયો હતો. 500થી વધારે ગામના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. એન્ટી રેબિજ ઈન્જેક્શન લગાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. ઘણાં લોકોને ઈન્જેક્શન લગાવવામાં આવ્યું જ્યારે અન્ય લોકો રહી ગયા હતાં.

ડોક્ટર્સે આટલાં બધાંને ના પાડી લોકો લોકો સીધા SDM પાસે પહોંચી ગયા હતાં. ઘટનાને ગંભીરતા અને ગ્રામજનોમાં દહેશતનો માહોલ વચ્ચે ડબરા SDM પ્રદીપ શર્માએ તાત્કાલિક ગ્લાવિયરથી ટીમ બોલાવી લીધી હતી. ડબરાથી પણ ડોક્ટર્સ લઈને ચાંદપુર ગામમાં પહોંચ્યા હતાં જ્યાં તેમણે લોકોને સમજાવ્યું કે દૂધ પીવાથી અથવા રાયતું ખાવાથી હડકવા જેવી બિમારી ફેલાતી નથી.

ચાંદપુર ગામ સિંધ નદીના કિનારે આવેલું છે. નદીની બીજી બાજુ પાલી ગામ છે જે દતિયા જિલ્લાની સીમમાં આવે છે. ચાંદપુર ગામમાં તેરમામાં રાયતુ બનાવવા માટે છાશ પાલી ગામમાંથી લાવવામાં આવી હતી. પાલી ગામની જે ભેંસના દૂધથી છાશ બનાવીને બે દિવસ પહેલા ગામના જ એક પાગલ કુતરાએ બચકાં ભર્યા હતાં. જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ભેંસના મોંહમાંથી ફીણ નીકળતું હતું અને તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેના વાછરડાનું પણ મોત થયું હતું. આ જાણકારી તાત્કાલિક પાલી ગામના લોકોએ ચાંદપુર ગામના લોકોને આપી હતી.

આ મામલામાં ડો. એએસ તોમર સંયુક્ત સંચાલન પશુપાલન વિભાગનું કહેવું છે કે, મેં ક્યાંય જોયું નથી કે ક્યાં સાંભળ્યું પણ નથી કે, કુતરું કરડવાથી ભેંસના મોતના મામલે તેના દૂધ અથવા દૂધમાંથી બનાવેલ દહીં અથવા છાશ પીવાથી કોઈને હડકવાનો ખતરો છે. હડકવા ફક્ત ઘા, કટ અથવા ઈજાને મારફથે સરવાઈવ કરે છે. આ માટે આ મામલામાં ગામના લોકોને ડરવાની જરૂર નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page