Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઐયાશ દીકરાએ માતાના કર્યા આવા હાલ, 25 લાખ પડાવી 4 કાર અને...

ઐયાશ દીકરાએ માતાના કર્યા આવા હાલ, 25 લાખ પડાવી 4 કાર અને એક બાઈક લીધું

પેટે જણેલા દીકરાને હાલરડાં ગાઈને જે મા મોટો કરે છે તેની જ મરણમૂડી લૂંટીને દીકરો ભાગે તો શું કરવું? અમદાવાદના કલાવતીબેનને તો ખબર પણ નહોતી કે જેમને ઘડપણની લાકડી સમજતા હતા તે પેટનો દીકરો ઐયાશ નિકળ્યો. માતાની મરણમૂડીના એક-બે નહીં પણ પૂરા પચ્ચીસ લાખ બારોબાર બેંકમાંથી ઉપાડીને પેટે જણેલો દીકરો ભાગી ગયો હતો. તેને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ભેજા બાદ દીકરાની કડી મળી અને પોલીસે બેંગ્લોર પહોંચીને દીકરાની શોધખોળ શરૂ કરી. ત્યાર બાદ પોલીસના હાથે લાગેલા દીકરાએ જે વાતો કબૂલી તે ખૂબજ ચોંકાવનારી છે.

બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને ફરાર થઈ ગયો
અમદાવાદના વેજલપુરના કલાવતીબાએ આખી જિંદગી કાળી મજૂરી કરીને રુ. 25 લાખ જેટલી મરણ મૂડી એકઠી કરી હતી. પરંતુ તેમનો કપાતર પુત્ર કોરા ચેક પર માતાની સહી કરાવી તેના બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને નાસી ગયો.માતાના 25 લાખ રૂપિયા જે તેને આખરી સમય માટે રાખ્યા હતા તે એનો દીકરો માતાની સહયોગ કરાવીને ધીમે ધીમે ઉપાડતો ગયો હતો પોલીસને આ બધાની વચ્ચે દીકરો બેંગ્લોરમાં હોવાની કડી મળી અને તેને પકડવા માટે પોલીસની ટીમ બોંગ્લોર પહોંચી હતી. બેંગ્લોર પહોંચેલી પોલીસે દીકરાને ઝડપ્યો હતો. જ્યાં તે સામાન્ય નોકરી કરતો હતો તેની પાસે બે ટાઈમ ખાવાના પણ રૂપિયા વધ્યા ન હતા.

IPS આધિકારી માતાની મદદે આવ્યાં
કલાવતીબેન સારી જગ્યાએ નોકરી કરતા હતા. આ નોકરીમાંથી નિવૃત્ત થવા સમયે તેમને રુ. 25 લાખ મળ્યા હતા. આ રુપિયા લઈને દીકરો ઘરેથી જતો રહ્યો અને મા હવે બીમાર હતી. કલાવતીબેનને મદદ કરવાની આસપાસના લોકોએ તૈયારી બતાવી હતી. પરંતુ કલાવતીબેને કહ્યું, ભલે દીકરો જતો રહ્યો પણ મારી બેંકમાંથી તમે રૂપિયા લાવી આપો. કલાવતીબેનને ક્યાં ખબર હતી કે દીકરો બેંક બેલેન્સ પણ સફાચટ કરી ગયો છે.

પાડોશીને જે ચેક લખી આપ્યો તે બાઉન્સ થયો ત્યારે તો માજીને ખબર પડી કે તેમના ખાતામાં માત્ર 1200 રૂપિયા છે. ભગીરથસિંહ જેવા માનવતાવાદી પોલીસ અધિકારીની તેમની પર નજર પડી. તેમણે જ બીમાર અને ભૂખી માને પોલીસે જમવાની વ્યવસ્થા કરી આપી. ઓશિયાળી બનેલી માતાને IPS આધિકારી મદદ કરી રહ્યા છે.

માતાના રૂપિયાથી ઐયાશી કરી અને માંને તરછોડી
બેંગ્લોરમાં દીકરો પારસ સામાન્ય કામ કરતો હતો. જેમ તેમ કરીને બે ટાઈમ જમતો હતો. તેની પાસે માતાની કમાયેલી જીવનભરની મૂડીની એક ફૂટી કોડી પણ ન હતી. તેને અમદાવાદ લાવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું કે, તેણે ધીમે ધીમે માતાના રૂપિયાથી ચાર કાર અને એક બાઈક ખરીદી હતી. થોડા રૂપિયા તેણે ચાની કીટલી અને પાનનો ગલ્લો કરવા માટે વાપર્યા હતાં. હવે તેની પાસે માતા સામે જવાનું કોઈ જ કારણ ન હતું. કારણ કે માં બીમાર હતી અને ખીસ્સામાં માતાનો કમાયેલો એક રૂપિયો વધ્યો નહોતો. જેથી તે બેંગ્લોર ભાગી ગયો હતો.

આ અંગે ઝોન 7 ડીસીપી ભગીરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે અમે આ દીકરાની ધરપકડ કરી છે તેણે તેની માની કમાયેલી પાઈએ પાઈ વાપરી નાખી છે તેણે આ રૂપિયાથી કાર બાઈક ખરીદી અને રૂપિયા પતી જતા ભાગી ગયો હતો હવે તે જેલના સળિયા પાછળ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page