Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપોલીસનો આ ચહેરો જોઈને છાતી ગર્વથી ફૂલશે, સલામ કર્યાં વગર નહીં રહી...

પોલીસનો આ ચહેરો જોઈને છાતી ગર્વથી ફૂલશે, સલામ કર્યાં વગર નહીં રહી શકો એ વાત નક્કી

ગુવાહાટીઃ સોશિયલ મીડિયામાં આસામ પોલીસની બે મહિલાકર્મીઓની તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં માતૃત્વનો અલગ જ ચહેરો જોવા મળ્યો છે. આ તસવીરમાં મહિલા પોલીસ માતાની ભૂમિકામાં જોવા મળી હતી. આ બાળકોની માતા પરીક્ષા હોલમાં હતી અને તેમના બાળકોને પોલીસે સંભાળ્યાં હતાં. આ તસવીરની સોશિયલ મીડિયામાં ઘણી પ્રશંસા થઈ હતી.

આસામની બે પોલીસકર્મીઓ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) દરમિયાન ડ્યૂટી પર હતી. તસવીરમાં પરીક્ષા કેન્દ્રમાં ડ્યૂટી પર હાજર રહેલી બે મહિલા પોલીસે બાળકોને પોતાના ખોળામાં રમાડ્યાં હતાં. આસામ પોલીસે આ તસવીરની ટ્વીટ કરી હતી. તસવીર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું હતું કે આ બાળકોની માતા પરીક્ષા આપી રહી છે. બહાર આ પોલીસ તેમના બાળકોને સંભાળી રહી છે.

દારંગ જીલ્લાની તસવીરઃ
આ તસવીર આસામના દારંગ જીલ્લાની છે. મહિલા પોલીસે બાળકોની સંભાળ મા તરીકે રાખી હતી.

તસવીર વાયરલ થઈઃ
તસવીર પોસ્ટ થયા બાદ વાયરલ થઈ હતી અને યુઝર્સે આ બંને મહિલા પોલીસને સલામ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે આ સૌથી મોટું કામ છે. તમારી પર ગર્વ છે. અન્ય એક યુઝરે કહ્યું હતુ કે બહાદુર, પોલિસ માત્ર અપરાધીઓને પકડતી જ નથી પરંતુ સમાજની મદદ પણ કરે છે.

ટ્વિટર પર આ રીતના રિએક્શન મળ્યાં:

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page