Thursday, May 16, 2024
Google search engine
HomeBollywoodમોટી ઉંમરમાં છૂટાછેડા થયા તો શું થયું? મલાઈકા અરોરા સહિતના સેલેબ્સને બીજીવાર...

મોટી ઉંમરમાં છૂટાછેડા થયા તો શું થયું? મલાઈકા અરોરા સહિતના સેલેબ્સને બીજીવાર મળ્યો પ્રેમ

મુંબઈઃ બીટાઉનમાં પરીકથા જેવા લગ્નથી લઈને ડિવોર્સ સુધીની બાબત બનતી હોય છે. જોકે, અલગ થયા બાદ પણ બોલિવૂડ સેલેબ્સ પોતાના એક્સ સાથે સારા રિલેશન રાખે છે અને તેમની સાથે સહજતાથી વર્તે છે. કેટલાંક સ્ટાર્સ એવા પણ છે, જેમને બીજીવાર પ્રેમ થયો. આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર્સ અંગે વાત કરીશું.

આ લીસ્ટમાં મલાઈકા અરોરા, અરબાઝ ખાન, ફરહાન અખ્તર, કલ્કી કેકલાં અને અર્જુન રામપાલ સહિતના સ્ટાર્સ સામેલ છે.આ લોકોને પોતાના જૂના સાથી સાથે હળવા-મળવામાં કોઈ જ વાંધો નથી. અવાર નવાર તેઓ સાથે જોવા મળે છે. એટલું જ નહીં એક-બીજાના ઘરઆવવા-જવાના પણ સંબંધ ધરાવે છે. આ ઉપરાંત ડીનર કે લંચમાં પણ હોટેલમાં નજરે ચડે છે.

મલાઈકા અરોરાઃ મલાઈકા તથા અરબાઝ વર્ષ 2016મા અલગ થઈ ગયા હતાં. અરબાઝથી અલગ થયા બાદ મલાઈકાના સંબંધો હવે અર્જુન કપૂર સાથે છે. બંને પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા છે અને બંનેની જોડી ચાહકોને પસંદ છે. અર્જુન તથા મલાઈકા બીચ પર વ્હાઈટ વેડિંગ કરવાના છે.
અરબાઝ ખાનઃ મલાઈકા અરોરા સાથેના સંબંધો પૂરા થયા બાદ અરબાઝના જીવનમાં ફરી વાર પ્રેમ આવ્યો. અરબાઝના સંબંધો જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે છે. બંને આવતા વર્ષે લગ્ન કરવાના છે. ખાન પરિવારે જ્યોર્જિયાને સ્વીકારી લીધી છે.
ફરહાન અખ્તરઃ ફરહાન તથા અધુનાએ લગ્નના 16 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. ફરહાનના હાલમાં એક્ટ્રેસ શિબાની દાંડેકર સાથે સંબંધ છે. બંને આવતા વર્ષે લગ્ન કરવાના છે.
કલ્કી કેકલાં કલ્કી કેકલાંએ વર્ષ 2011મા અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યાં હતા પરંતુ આ લગ્ન લાંબું ટક્યાં નહીં. અનુરાગથી અલગ થયા બાદ કલ્કીના સંબંધો ગાઈ હર્શબર્ગ સાથે છે. લગ્ન વગર જ કલ્કી પ્રેગ્નન્ટ છે.
અર્જુન રામપાલઃ અર્જુન રામપાલે 1998મા મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં હતાં. 28 મે, 2018ના રોજ બંનેએ લગ્નના 20 વર્ષ બાદ ડિવોર્સનો નિર્ણય લીધો હતો. બંને શા માટે અલગ થયા તે તો ખ્યાલ નથી પણ ડિવોર્સ થયા બાદ અર્જુનના સંબંધો ગ્રેબ્રિએલા સાથે છે. ગ્રેબિએલાએ લગ્ન વગર જ અર્જુનના બાળકને જન્મ પણ આપ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page