Saturday, April 13, 2024
Google search engine
HomeNationalયુવતીઓએ મનભરીને માણી શરાબ પાર્ટી, પછી કહ્યું યુવકે દારૂ પીવડાવીને અમારો રેપ...

યુવતીઓએ મનભરીને માણી શરાબ પાર્ટી, પછી કહ્યું યુવકે દારૂ પીવડાવીને અમારો રેપ કર્યો

યુવતીની શરાબ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં 3 યુવતી ઘરમાં બેસીને શરાબ પી રહી હતી. તેમની સાથે કેટલાંક યુવકો પણ જોવા મળે છે. યુવતીઓએ એક યુવકની સાથે આ પાર્ટી કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બીજી તરફ યુવતીઓએ કહ્યું હતું કે યુવકોએ શરાબ પીવડાવી અને વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યું હતું અને ત્યાર બાદ રેપ આચર્યો હતો.

આ વીડિયો બિહારના ખગડિયાનો છે. વીડિયોમાં એક યુવતી કહે છે કે એક પેગ બનાવી દો પ્લીઝ મારી શરાબ ઢોળાઈ ગઈ. બીજી બોલે છે કે આ દારુ પણ ગજબ છે, ગમ ભૂલાવી દે છે. ખરાબ લોકોને દૂર કરે છે, અને સારા લોકોને પાસે લાવે છે. શરાબ પાર્ટી પછી યુવતીઓ ભોજપુરી ગીત પર ઠુમકાં મારતી પણ જોવા મળે છે.

વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. ત્યાર બાદ યુવતીઓએ યુવતીઓએ અમિત કુમાર નામના યુવાન વિરૂદ્ધ વીડિયો વાયરલ કરીને બ્લેકમેલ કરવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ યુવતી એક મહિનાથી શિક્ષક મુન્ના કુમારના ઘરમાં પહેલા માળે ભાડેથી રહેતી હતી. તે એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે પોલીસે યુવતીની ધરપકડ માટે દરોડા પાડ્યા, પરંતુ યુવતી મળી નહોતી.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ કુમારે જણાવ્યું કે યુવતીઓએ બ્લેકમેલિંગ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. દારુ પીતો વીડિયો સામે આવ્યાં બાદ યુવતીની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા પરંતુ તેની ભાળ મળી ન હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page