Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalMLAના પુત્રના ઘરે રેડ પડી, શોધખોળ કરતાં રૂપિયાના બંડલોનો થયો ઢગલો

MLAના પુત્રના ઘરે રેડ પડી, શોધખોળ કરતાં રૂપિયાના બંડલોનો થયો ઢગલો

લોકાયુક્ત પોલીસની એન્ટી કરપ્શન વિંગની ટીમે બેંગલુરૂમાં ભાજપાના ધારાસભ્ય મદલ વિરૂપાક્ષપ્પાના દીકરા પ્રશાંદ મદલના ઘરે રેડ કરી લગભગ 6 કરોડ રૂપિયા રોકડા પકડ્યા છે. પ્રશાંત મદલને ગત 2 માર્ચે જ 40 લાખ રૂપિયાની લાંચ લેતો પકડવામાં આવ્યો હતો. લોકાયુક્તના અધિકારીઓએ તેને પોતાની જ ઑફિસમાં લાંચ લેતો પકડ્યો હતો. પ્રશાંતના પિતા ‘કર્ણાટક સાબુન ઔર ડિટર્જન્ટ લિમિટેડ’ ના ચેરમેન છે.

પ્રશાંત મદલ બેંગલુરૂ વૉટર સપ્લાય ઔર સીવરેજ બોર્ડ (BWSSB) ના ચીફ અકાઉન્ટન્ટ છે અને ચન્નાગિરી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય મદલ વિરૂપક્ષપાના દીકરા છે.

કર્ણાટકમાં વર્ષ 2023 ના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન આ રેડથી રાજકારણ ગરમાવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઘટના પણ એવા સમયે જ સામે આવી છે, જ્યારે વિપક્ષ પણ કર્ણાટકની ભાજપા સરકાર પર 40 ટકા કમીશન અને સરકારી ટેન્ડરોમાં લાંચ લેવા બાબતે આરોપ મૂકી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંતે એક ટેન્ડર ક્લિયર કરાવવા માટે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ દરમિયાન આ લાંચના પહેલા હપ્તા રૂપે 40 લાખ રૂપિઆ લેતો તેને તેની જ ઑફિસમાં જ પકડવામાં આવ્યો હતો.

લોકાયુક્ત પોલીસે પ્રશાંતની ધરપકડ કરી છે. કર્ણાટક સાબુન ઔર ડિટર્જન્ટ લિમિટેડનો કાચો માલ ઉપલબ્ધ કરાવવાના માટે ટેન્ડરની વહેંચણી બાબતે આ ફરિયાદ નોંધવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page