Sunday, April 14, 2024
Google search engine
HomeSportsવિરાટ કોહલીને પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ

વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2017માં પ્રપોઝ કરનારી ઇંગ્લેંડની મહિલા ક્રિક્રેટર ડેનિયલ વેટએ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સત્તાવાર સગાઇ કરી લીધી છે અને કપલે એકબીજાને ચુંબન કરતી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ઇંગ્લેંડની એક મહિલા ક્રિક્રેટર સારા ટેલરે તાજેતરમાં જ પોતે લેસ્બિયન હોવાની અને તેણીની ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ હોવાના સમાચારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. એ પછી હવે ઇંગ્લેંડની અન્ય એક મહિલા ક્રિક્રેટરે પોતે સમલૈગિંક હોવાની જાહેરાત કરી છે. આ ક્રિક્રેટરનું નામ છે ડેનિયલ વેટ. ડેનિયલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે અને કપલે ચુંબન કરતી તસ્વીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ઇંગ્લેંડની મહિલા ક્રિક્રેટર ડેનિયલ વેટે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જ હોજને કિસ કરતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને પોતાના પ્રેમ અને સગાઇની જાહેરાત કરી છે.

ડેનિયલ વેટ ઇંગ્લેંડની ક્રિક્રેટર છે તો તેની ગર્લફ્રેન્ડ હોજ CAA બેઝમાં મહિલા ફુટબોલની પ્રમુખ છે અને FA લાયસન્સ પ્રાપ્ત એજન્ટ છે. 31 વર્ષની ઇંગ્લેંડની ક્રિક્રેટર ડેનિયલ વેટએ અત્યાર સુધીમાં ઇંગ્લેંડની ટીમ માટે 102 ન-ડે અને 143 T-20 મેચ રમી છે.જેમાં ડેનિયલે વન-ડેમાં 1776 રન અને T-20મમમાં 2369 રન બનાવ્યા છે. ઉપરાંત ડેનિયલના નામે વન-ડેમાં 27 વિકેટ અને T-20માં 46 વિકેટનો રેકોર્ડ નોંધાયેલો છે.

વર્ષ 2014માં ડેનિયલ વેટનું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. વર્ષ 2014માં ડેનિયલ વેટે ટ્વિટર પર વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. આ પછી કોહલી જ્યારે આ અંગ્રેજ ક્રિકેટરને મળ્યો ત્યારે વિરાટે ડેનિયલને સમજાવીને કહ્યું હતું કે ટ્વીટર પર આ રીતની પોસ્ટ કરવી યોગ્ય નથી.ભારતમાં તેને ગંભીરતાથી લેવામાં આવે છે. ડેનિયલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2010 માં શરૂ કરી હતી.

ડેનિયલ અને જોજ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંને તેમની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ડેનિયલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરમાં કપલ એકબીજાને ચુંબન કરી રહ્યા છે અને ડેનિયલ તેના ચાહકોને એન્ગેજમેન્ટ રીંગ બતાવી રહી છે. ડેનિયલે કેપ્શનમાં લખ્યું છે કે માઇન ફોર એવર.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page