Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodશિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે વિદેશની ધરતી પર માણી રહી છે...

શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે વિદેશની ધરતી પર માણી રહી છે વેકેશનની મજા

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા હાલ લંડનમા વેકેશનની મજા માણી રહ્યાં છે. શિલ્પા શેટ્ટીએ લંડનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. શેર કરેલા વીડિયો તે પતિ રાજને કિસ કરતી હોય એવું નજરે પડે છે.

શિલ્પા શેટ્ટીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તે પતિ રાજનો હાથ પકડીને ઉભી હતી. ત્યાર બાદ બંન્ને કિસ કરવા માટે નજીક આવતાં જોવા મળી રહ્યાં છે. વીડિયો શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું હતું કે, જુમ્મા ચુમ્મા દે દે, મુઆહ રાજ કુન્દ્રા. કપલનો આ મસ્તી ભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


ચાહકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને લાઈક કરી રહ્યાં છે. બીજો પણ એક વીડિયો શિલ્પાએ શેર કર્યો છે અને એમાં તે ડરેલી જોવા મળે છે. તે બતકોને કેક ખવડાવતી જોવા મળી હતી અને તેમાં તે જ્યારે બતકની નજીક જાય તો એકદમ ડરી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page