Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightભાજપે જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘ફેમસ’ બુટલેગરની પત્નીને આપી ટીકિટ

ભાજપે જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘ફેમસ’ બુટલેગરની પત્નીને આપી ટીકિટ

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ બુટલેગરના શરણે ગઈ હોવાની વાત સામે આવી છે. ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની પત્નીને ટીકિટ આપી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો પ્રમાણે, આ પહેલા વોર્ડ નંબર 3માં ભરત કારેણાનું નામ જાહેર કર્યું હતું. જોકે એ વોર્ડને લઈને નારાજગી થતાં ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો અને અંગે ભાજપે બુટલેગર ધીરેન કારિયાની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા.

સુત્રો પ્રમાણે, ધીરેન કારિયાની પત્ની નિષાબેન કારિયાને ભાજપમાંથી ટીકિટ આપી છે અને તેમણે ચૂંટણી ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છેકે, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં ફાયરિંગ સહિતના અનેક ગુનાઓ ધીરેન કારિયા ઉપર નોંધાયા છે.

ભાજપને મહાનગરપાલિકા જેવી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ન મળ્યો તો એક લિસ્ટેડ બુટલેગરની પત્નીને મેદાનમાં ઉતારવી પડી હતી. આ જાણીને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.

બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ મેયર અને છેલ્લી 9 ટમથી ચૂંટણી જીતતા લાખા પરમારની કોંગ્રેસે છેલ્લી ઘડીએ ટીકિટ કાપી મેન્ડેટ આપ્યું નહીં. આમ લાખા પરમારે પ્રદેશ કોંગ્રેસ ઉપર આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ કરોડોપતિને જ ટીકિટ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page