Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodઅઢળક સુખોની વચ્ચે આ સ્ટાર્સના હાસ્ય પાછળ પુષ્કળ દુઃખ, આજે પણ નથી...

અઢળક સુખોની વચ્ચે આ સ્ટાર્સના હાસ્ય પાછળ પુષ્કળ દુઃખ, આજે પણ નથી ભૂલ્યા દુઃખ

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. આમાંથી કેટલાંક એવા છે, જેમણે અપ્રતિમ લોકપ્રિયતા મેળવી છે પરંતુ તેમના હાસ્ય પાછળ દુઃખ છુપાયેલું છે. તેમણે પોતાની નજર સામે પોતાના સંતાનોને મરતા જોયા છે. બોલિવૂડના એવા કયા સ્ટાર્સ છે, જેમણે પોતાના બાળકોના મોતના આઘાતમાંથી પસાર થયા છે.

શેખર સુમન:  80ના દાયકામાં અનેક ફિલ્મમાં કામ કરી ચૂકેલ શેખર સુમનના જીવનમાં એવો ભૂકંપ આવ્યો કે તે અંદરથી હચમચી ગયો હતો. શેખર અને તેની પત્ની અલકા એક જ કોલેજમાં ભણતા હતાં અને બંનેની મુલાકાત કોમન ફ્રેન્ડની મદદથી થઈ હતી. બંનેએ 1983માં લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના થોડો સમય બાદ શેખરના મોટા દીકરા આયુષને હૃદય સંબંધિત બીમારી થઈ હતી અને સારવાર માટે પુષ્કળ પૈસા જોઈતા હતાં. આ સમયે શેખર પાસે ખાસ કામ હતું નહીં અને માત્ર 11 વર્ષની ઉંમરમાં આયુષનું અવાન થયુ હતું. બંનેને બીજો દીકરો અધ્યયન સુમન છે.

જગજીત સિંહ: જાણીતા સ્વ. ગઝલ ગાયક જગજીત સિંહે પોતાના જવાનજોધ દીકરાને આંખો સામે મરતો જોયો હતો. તેમના એક માત્ર દીકરા વિવેક સિંહનું વર્ષ 1980માં કાર દુર્ઘટનામાં નિધન થયું હતું. જગજીત માટે આ સમય સૌથી ખરાબ હતો. તેઓ છ મહિના સુધી આઘાતમાં રહ્યાં હતાં. તેમની પત્ની 18 વર્ષીય દીકરાના નિધનનો આઘાત સહન ના કરી શકી અને તેણે ગીત ગાવાના બંધ કરી દીધા હતાં.

કબીર બેદી : કબીર બેદીના દીકરા સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. તે સમયે તેની ઉંમર 26 વર્ષની હતી. કબીર બેદીએ કહ્યું હતું કે તેમના દીકરાએ ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં ઓનર્સ ડિગ્રી લીધી હતી. માસ્ટર ડિગ્રી માટે નોર્થ કેલિફોર્નિયા ગયો હતો. અહીંયા તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને તેની દવા ચાલતી હતી. જોકે, દવાની આડ અસરને કારણે તે સિઝોફ્રેનિયા નામની બીમારી થઈ ગઈ. તેણે પિતાને ફોન પર કહ્યું હતું કે તે આત્મહત્યા કરી લેશે અને અંતે તેને આત્મહત્યા કરી લીધી હતી.

મહમૂદ : કોમેડિયન મહમૂદ આજે તો આ દુનિયામાં નથી પરંતુ તેમના જુવાન દીકરા મેક અલીનું અવસાન થયું હતું. તેને માત્ર 31ની ઉંમરમાં કાર્ડિયક એરેસ્ટનો હમલો આવ્યો હતો. મેક મ્યૂઝિક આલ્બમ યારો સબ દુઆ કરોમાં જોવા મળ્યો હતો.

આશા ભોસલે : આશા ભોસલેની દીકરી વર્ષાએ 2012માં આત્મહત્યા કરી લીધી હતી. 50 વર્ષીય વર્ષા અંગત જીવનને કારણે ડિપ્રેશનમાં હતી. તેણે 2008માં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હયો હતો. તેણે પોતાના ઘરે માથામાં બંદૂક મારીને આત્મહત્યા કરી હતી. આ સમયે આશા ભોસલે સિંગાપોરમાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page