Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodઅનંત અંબાણીની સગાઈમાં બોલિવૂડનો જલસો, ગૌરીખાન દીકરા સાથે આવી

અનંત અંબાણીની સગાઈમાં બોલિવૂડનો જલસો, ગૌરીખાન દીકરા સાથે આવી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચેન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ. તેમનો ડોગ એન્ગેજમેન્ટ સેરેમનીમાં રિંગ લઈને પહોંચ્યો હતો. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢી દર પેઢી ચાલી આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ એક સરપ્રાઈઝ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેનું નેતૃત્વ નીતા અંબાણીએ કર્યું હતું.

અનંતના લગ્નમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળ્યાં હતાં. આ સાથે સ્પોર્ટ્સ અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

એમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતાં. આ ઉપરાંત બોલિવૂડની અનેક હસ્તીઓ પણ જોવા મળી હતી.

એક દિવસ પહેલાં બુધવારે જ કપલે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી સગાઈની ઈવેન્ટમાં સામેલ થયાં હતાં. તેમણે મીડિયાને પોઝ પણ આપ્યાં હતાં.

ગોળ-ધાણા એટલે એનો અર્થ ગોળ અને ધાણા. એ ગુજરાતી પરિવારોમાં લગ્ન પહેલાંની વિધિ છે, જેમાં છોકરાના ઘરે ગોળ વહેંચવામાં આવે છે.

કન્યાના પરિવારના સભ્યો મીઠાઈઓ અને ભેટો સાથે વરરાજાના ઘરે આવે છે. આ પછી બંને એકબીજાને રિંગ પહેરાવે છે અને વડીલોના આશીર્વાદ લે છે.

ગાઈની વિધિ શરૂ કરવા માટે અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી સૌથી પહેલા મર્ચન્ટ હાઉસમાં ગઈ અને સાંજે ઈવેન્ટ માટે તેમને અને રાધિકાને આમંત્રણ આપ્યું.

અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચેન્ટ પરિવારનું સ્વાગત કર્યું હતું.

આ પછી બંને પરિવાર અનંત અને રાધિકાને મંદિરમાં લઈ ગયા, જ્યાં બંનેએ ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા.

આ પછી બધા સમારોહ સ્થળ પર પહોંચ્યા, જ્યાં ગણેશ વંદના સાથે ફંકશનની શરૂઆત થઈ. સૌથી પહેલા લગ્નપત્રિકા અથવા લગ્નનું આમંત્રણ કાર્ડ વાંચવામાં આવે છે.

અહીં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ પછી બંને પરિવારોએ એકબીજાને ભેટ આપી હતી.

નીતા અંબાણીના નેતૃત્વમાં ફરી અંબાણી પરિવાર જબરદસ્ત સરપ્રાઈઝ પર્ફોર્મન્સ આપ્યું, જેની સૌએ પ્રશંસા કરી હતી.

આ પછી ઈશા અંબાણીએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી. રાધિકા અને અનંત તેમના પરિવારો અને મિત્રોની સામે એકબીજાને રિંગ પહેરાવી અને દરેકના આશીર્વાદ લીધા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page