Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદીકરા ચેતનને 4.20 કરોડ રૂપિયા મળતાં માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા,...

દીકરા ચેતનને 4.20 કરોડ રૂપિયા મળતાં માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, જુઓ તસવીરો

આઈપીએલમાં ગુજરાતના સ્ટાર ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ ફરી ધમાકો મચાવ્યો છે. આઈપીએલ 2020ની હરાજીમાં ચેતન સાકરિયાને અધધ 4 કરોડ 20 લાખ રૂપિયા મળ્યા છે. ચેતન સાકરિયાને દિલ્હી કેપિટલ્સને ટીમે ઉંચી બોલી લગાવીને ખરીદ્યો હતો. ચેતન સાકરિયાની બેઝ પ્રાઈઝ માત્ર 50 લાખ રૂપિયા હતી. છતાં તેનું ફોર્મ અને પર્ફોર્મન્સ જોતા દિલ્હીની ટીમે 4.20 કરોડ રૂપિયા આપીને ખેલાડીને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.

બીજી તરફ આઈપીએલમાં 4.20 કરોડ રૂપિયા જેટલી ઉંચી બોલી લાગતા ચેતન સાકરિયાના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. ભાવનગર પાસેના વરતેજ ગામના તેના ઘરે મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આખા પરિવારે ટીવી સામે બેસીને આઈપીએલની હરાજીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. ચેતન સાકરિયાને 4.20 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મળતાં જ તેની માતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આખા પરિવારે તાળીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે ગઈ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ચેતન સાકરિયાને 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યાર હવે 4.20 કરોડ રૂપિયા મળતાં એક જ વર્ષમાં ચેતન સાકરિયાનો પગાર અધધ 3 કરોડ રૂપિયા વધી ગયો છે. ચેતન સાકરિયાએ તેની મહેનતથી ક્રિકેટની દુનિયામાં ફક્ત ભાવનગર જ નહીં પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર પાસેના વરતેજ ગામમાં ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલા ચેતન સાકરિયાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષથી તેના જીવનમાં ખુશીઓની સાથે દુ:ખો પહાડ પણ તૂટી પડ્યો હતો. પહેલીવાર આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈ રાહુલ સાકરિયાએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નહોતો કે ગયા વર્ષે તેના પિતાનું કોરોનાથી નિધન થયું હતું. આમ ચેતન સાકરિયાએ બે વર્ષમાં પિતા અને ભાઈ બંનેને ગુમાવ્યા હતા. હાલ ચેતન સાકરિયા માતા અને બહેન સાથે જીવન પસાર કરી રહ્યો છે.

ટેમ્પો ચાલક પિતાના પુત્ર ચેતન સાકરિયાએ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું. તેની ઘરની હાલત બહુ ખરાબ હતી. એક એવો સમય હતો જ્યારે તેની પાસે રમવા માટે શૂઝ પણ નહોતા. ચેતનના પિતા ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે ત્રણ વખત એક્સિડન્ટ થતાં તેઓ પથારીમાં ઉભા થઈ શક્યા નહોતા. જેથી ઘરની જવાબદારી ચેતન અને તેના નાના ભાઈ રાહુલ પર આવી પડી હતી. નાનાભાઈ રાહુલે ચેતનને ક્રિકેટમાં આગળ વધારવા માટે પોતે ભણવાનું છોડીને કામ શરૂ કર્યું હતું.

ચેતનના પિતા કાનજીભાઈ પાસે ટીવી લેવાના પણ પૈસા નહોતા. ચેતનના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે તેનો દીકરો ક્રિકેટ રમે. તેમની ઈચ્છા હતી કે દીકરો ભણીને નોકરી કરે જેથી પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. ચેતન ભણવામાં બહુ હોશિયાર હતો.

ચેતને ક્રિકેટમાં શરૂઆત બેટ્સમેન તરીકે કરી હતી. બાદમાં ટીચરની સલાહથી તેણે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. પહેલાં હાઈસ્કૂલ પછી જિલ્લા લેવલની ક્રિકેટમાં ચેતને ડંકો વગાડ્યો હતો.

બાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિશનની અન્ડર 19 ટીમમાં જગ્યા મેળવી હતી. અહીં તેણે શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં 15 ફર્સ્ટ ક્લાસ, 7 લીસ્ટ-એ અને 15 ટી20 મેચ રમી છે.

ચેતન સાકરિયાની ફેવરિટ અભિનેત્રી અનન્યા પાંડે છે. હાલમાં એક વીડિયો ચેટમાં ચેતન સાકરિયાએ અનન્યા પાંડે સાથે ડેટ પર થઈ બીચ પર શાંતિથી બેસી કૉફી પીવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page