Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratહું પતિ સાથે ઘરમાં રસોઈ બનાવતી હતી અને ભાઈ બંદૂક લઈને ઘરમાં...

હું પતિ સાથે ઘરમાં રસોઈ બનાવતી હતી અને ભાઈ બંદૂક લઈને ઘરમાં ઘૂસી ગયો અને પછી…

‘હું અને મારા પતિ સુનીલ દહીં લેવા ગયાં હતાં. દહીં લઈને ઘરે આવતાં હતાં ત્યારે સચિન (ભાઈ) અમને જોઈ ગયો. એ પછી હું અને મારા પતિ જમવાનું બનાવતાં હતાં. 10થી 15 મિનિટ પછી અમે કંઈ વિચારીએ એ પહેલાં જ સચિન ઘરમાં ઘૂસી ગયો. કંઈ બોલ્યો જ નહીં અને તેણે સીધી સુનીલને ગોળી મારી દીધી. હું બીજા વાડામાં પડી ગઈ, એટલે હું બચી ગઈ. હું પ્રેગ્નન્ટ છું એટલે હું ત્યાં જઈ ના શકી. ગોળી લાગી એટલે સુનીલ ત્યાં જ બેસી ગયો. સચિને બંદૂક લઈ સુનીલના માથામાં બહુ માર્યું. ગોળી માર્યા બાદ સુનીલનો જીવ ના ગયો ત્યાં સુધી સચિને એના માથામાં માર્યે જ રાખ્યું. એનું માથું ફોડી નાખ્યું.’ આટલું બોલતાં જ સ્નેહાના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

શું હતો બનાવ?
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂટણવડ ગામે મોડી સાંજે ખતરનાક ખૂની ખેલ ખેલાયો હતો. બહેન સ્નેહા રાઠવાએ પ્રેમલગ્ન કરતાં ભાઈ સચિન રાઠવા અકળાઈ ઊઠ્યો હતો. સચિને બહેનના ઘરમાં ઘૂસી બનેવી સુનીલને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. એટલું જ નહીં, તેણે બંદૂકના પાછળના ભાગથી બનેવીના ચહેરા પર અનેકવાર પ્રહાર કર્યા હતા. નજર સામે જ પતિ સુનીલના મોતથી પત્ની સ્નેહા ભાંગી પડી હતી. તેણે પતિના લોહી નીતરતા દેહને ખોળામાં લીધો ત્યારે ભારે ગમગીનીનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્નેહા 8 મહિનાની ગર્ભવતી છે, તેના પેટમાં રહેલા સંતાને દુનિયા જુએ એ પહેલાં જ પિતા ગુમાવ્યા છે.

ભાઈએ આ ઉંમરમાં મને એકલી કરી નાખી
આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતક યુવક સુનીલની પત્ની સ્નેહા રાઠવા સાથે વાત કરી હતી. શરૂઆતમાં તો સ્નેહાના મોંમાંથી એક શબ્દ નહોતો નીકળતો. બાદમાં ડૂસકા ભરતાં ભરતાં ધીમા અવાજે જણાવ્યું, ‘હું પ્રેગ્નન્ટ છું. મારે ડિલિવરી થશે તો કોણ બધું પૂરું પાડશે? ઘરમાં એક જ કમાનાર હતો, હવે મને કોણ પૈસા આપશે? કેવી રીતે હું જીવીશ? સાસુ-સસરા બહુ ગરીબ છે. આખું ઘર તેમની પર જ ચાલતું હતું. એ જ ધંધો કરતા હતા. તેને(સચિન) ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા ના જોઈએ. મારી ઉંમર 20 વર્ષની છે. આ ઉંમરમાં મને એકલી કરી નાખી. તેને શરમ ન આવી. તેના પપ્પા દેશનું રક્ષણ કરે છે અને તે આ રીતે ઘરે બેઠા માણસને આવીને મારી ગયો.’

બહુ બધાં સપનાં જોયાં હતાં
સપનાએ કહ્યું, ‘અમે બંનેએ બહુ સપનાં જોયાં હતાં. તેઓ કહેતા કે જો દીકરી આવશે તો આમ કરીશ ને એમ કરીશ, મારી આગળ બહુબધું કહેતા હતા. મારે છોકરો આવશે તો તેને આ લઈ આપીશ ને એ લઈ આપીશ. અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નહોતો. મને સહેજેય દુઃખ આપ્યું નથી. મને બહુ જ સારી રીતે રાખતા હતા.’

 

સ્કૂલ સમયથી જ બંને સાથે હતાં
‘મેં એક વર્ષ પહેલાં સુનીલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હું શાળામાં ભણતી હતી ત્યારથી સુનીલને ઓળખતી હતી. લૉકડાઉન ચાલતું હતું ત્યારે હું 2-3 વખત તેમનાના ઘરે પણ આવી હતી. પરિવારને જાણ થઈ તો મને ઘરમાં પૂરીને ઘણો જ માર માર્યો હતો. મેં ઘરમાં સુનીલ સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી હતી, પરંતુ ઘરના લોકોએ એમ કહ્યું કે તે મામાનું ઘર થાય એટલે ત્યાં લગ્ન ના થાય. પછી મારી ના હોવા છતાં બીજી જગ્યાએ મારા લગ્ન કરી નાખ્યા હતા. મેં સુનીલ સાથે કોર્ટ મેરેજ પરિવારની જાણ બહાર કરી નાખ્યા હતા, પરંતુ સર્ટિફિકેટ આવ્યું નહોતું. મને સાસરે બિલકુલ ગમતું નહોતું. લગ્ન બાદ હું છોટાઉદેપુર નર્સિંગનું ભણતી હતી. બાદમાં કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ આવી ગયું અને હું સાસરેથી સુનીલ પાસે રહેવા આવી ગઈ હતી.

ભાઈ ગામમાં આવીને અવારનવાર ધમકી આપતો
‘સુનીલ સાથે રહેવા આવી પછી મારો ભાઈ ગામમાં આવીને ધમકી આપતો હતો અને કહેતો, ‘મારી આગળ ફરવાનું નહીં. મારી સામે જોવાનું નહીં. જો મારી સામે આવી તો મારી નાખીશ. જીવવા નહીં દઉં.’ એવી ધમકીઓ આપતો હતો. મારા પપ્પા BSFમાં નોકરી કરે છે. તેમણે પણ ધમકી આપી હતી, પરંતુ તેમણે ક્યારેય મને નુકસાન થાય એવું કંઈ જ કર્યું નહોતું. તેઓ ઘરે આવતાં તો કહેતા કે મારા રૂપિયા આપી દો. બસ, આટલું કહીને જતા રહેતા. તેઓ ઘરે આવે ત્યારે ક્યારેય માથાકૂટ કરતા નહોતા. એટલે જ મેં ક્યારેય તેમના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરી નહોતી.’

પતિ સુનીલ છકડો ચલાવીને ગુજરાત ચલાવતા હતા
‘મારા જ્યાં લગ્ન થયા હતા ત્યાં છૂટાછેડા થઈ ગયા હતા અને એનો ઉકેલ આવી ગયો હતો. મારે પિતાને ત્રણ લાખ રૂપિયા આપવાના હતા, એમાંથી મેં એક લાખ રૂપિયા આપી દીધા હતા. આ દરમિયાન સુનીલનો અકસ્માત થયો હતો અને એનું હાડકું ભાંગી ગયું હતું. ઓપરેશનમાં દોઢ લાખનો ખર્ચ થયો હતો. મારા સસરા બહુ ગરીબ છે. સુનીલ દસ ધોરણ સુધી ભણેલા હતા અને છકડો ચલાવતા હતા.’

પિયરમાંથી કોઈ મળવા આવતું નહોતું
મારા પિયરમાંથી મને આજસુધી કોઈ મળવા આવ્યું નથી. કોઈ મારી સથે વાત કરતા નથી. મારા પિતા જમ્મુમાં નોકરી કરે છે. કોઈની સાથે મારે મુલાકાત થતી નથી. ગામમાં રહે છે, એ મામાનું ઘર મારા ઘરથી ઘણું દૂર છે. મારા પપ્પા નોકરી કરે છે. એ ઘરે બંદૂક રાખે છે. સચિન ઘરેથી એક નાની અને એક મોટી એમ બે બંદૂક લઈને ઇકો ગાડીમાં આવ્યો હતો.

108 આવી તો બંદૂક બતાવી
સ્નેહા જણાવ્યું હતું કે ભાઈ સચિને ઘટના બાદ પણ રસ્તા પર બંદૂક ઊંચી કરીને મારા કુટુંબના બધાને ધાકધમકી આપતો હતો કે ‘હવે આવી જાઓ.’ બંદૂકના ડરથી કોઈ તેની સામે ના ગયું. અમે 108 બોલાવી તો તેને પણ ‘અહીં નહીં આવવાનું, બીજે જા’ એમ કહીને રોકી દીધી હતી. તેને પણ આવા ન દીધી. પછી પોલીસ આવીને તેને પકડી ગઈ અને પછી 108ને આવવા દીધી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page