Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsઆ ગુજરાતી ક્રિકેટરે ખરીદી 1 કરોડની લક્ઝુરિયસ કાર, પત્નીના હાથે કરાવ્યું મૂહુર્ત

આ ગુજરાતી ક્રિકેટરે ખરીદી 1 કરોડની લક્ઝુરિયસ કાર, પત્નીના હાથે કરાવ્યું મૂહુર્ત

ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકડ IPL 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કાર ખરીદી છે. આ ક્રિકેટરે હાલમાં જ મર્સિડીઝ બેન્ઝ GLE SUV ખરીદી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ SUV મર્સિડીઝની લક્ઝુરિયસ કારમાંથી એક છે, જે માત્ર 7.2 સેકન્ડમાં શૂન્યથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને 225 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે.

IPLએ ભારતના ક્રિકેટરોની આર્થિક સ્થિતિ ઘણી સારી કરી દીધી છે. તેણે ઘણા યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપી છે, જેમાં જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે. જયદેવ ઉનડકટ પણ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તાજેતરમાં લાંબા સમય પછી તેને ટીમમાં વાપસી કરવાની તક મળી હતી. જો કે, ઉનડકટને આઈપીએલથી વાસ્તવિક ઓળખ મળી જ્યારે તેને 2018ની સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થયો હતો.

IPL તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ટૂર્નામેન્ટમાંથી ઘણા ક્રિકેટરોને ધનકુબેર બનવાની તક મળી છે. જયદેવ ઉનડકટની વર્તમાન કમાણી દર મહિને 40 હજાર ડોલરથી વધુ છે. એટલે કે દર મહિને તે 33 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે. જયદેવ ઉનડકટની વર્તમાન નેટવર્થ 6 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાથી વધુ છે.

લેફ્ટી પેસ બોલર જયદેવ ઉનડકટે ગઈ કાલે આણંદમાં મંગેતર રીની સાથે લગ્ન કરી લીધાં હતાં. આણંદમાં આવેલા મધુબન રિસૉર્ટમાં ખૂબ નજીકનાં સગાંસબંધીઓની હાજરીમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો. જયદેવ કે રીનીએ સોશ્યલ મીડિયામાં આ લગ્ન વિશે કંઈ પણ શૅર ન કરતાં કોઈને આની જાણકારી નહોતી, પણ ગઈ કાલે તેમના મિત્રોએ પીઠીની વિધિના ફોટો અને વિડિયો શૅર કરતાં ચાહકોને આની ખબર પડી હતી. ઍડ્વોકેટ રીની સાથે જયદેવે ગયા વર્ષે ૧૫ માર્ચે સગાઈ કરી હતી.

જયદેવ ઉનડકટની ક્રિકેટર કેરિયરની વાત કરીએ, તો તે ટી20નો સૌથી ઘાતક બૉલરમાનો એક છે. તેને 146 ટી20 મેચોમાં 178 વિકેટ ઝડપી છે. ભારત તરફથી તેને 10 ટી20 રમી છે અને 14 વિકેટ ઝડપી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page