Saturday, April 13, 2024
Google search engine
HomeNationalકોણ છે અનાહિતા પંડોલે જે ચલાવી રહી હતી સાયરસ મિસ્ત્રીની લક્ઝુરિયસ કાર?

કોણ છે અનાહિતા પંડોલે જે ચલાવી રહી હતી સાયરસ મિસ્ત્રીની લક્ઝુરિયસ કાર?

ટાટા સંસના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બરના રોજ રોડ અકસ્માતમા મોત નિપજ્યું હતું. ઘટના સમયે સાઈરસ મર્સિડીઝ બેંજ જીએલસી 220 ડી 4 મેટિક કારમાં સવાર હતાં, જે અનાહિતા પંડોલે ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ દર્દનાક ઘટના બાદ તમામ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે, અનાહિતા પંડોલા કોણ છે?

કોણ છે અનાહિતા પંડોલે?
54 વર્ષની અનાહિતા પંડોલે મુંબઈના બ્રિજ કૈંડી હોસ્પિટલમાં સ્ત્રી અને પ્રસુતિ રોગ વિશેષજ્ઞ છે. અનાહિતા Infertility, હાઈ રિસ્ક સર્જરી અને એન્ડોસ્ટકોપીની વિશેષજ્ઞ તરીકે પણ જાણીતી છે. આ સિવાય ડો. પંડોલેએ પારસી સમુદાયમાં ઓછી થતી જનસંખ્યાના મુદ્દે પણ બહુ જ કામ કર્યું છે. અનાહિતા વર્ષ 2004માં બોમ્બે પારસી પંચાયત સાથે જોડાઈ હતી. આ સંસ્થા મુંબઈમાં પારસી સમુદાયના પ્રતિનિધત્વ કરવાવાળી મોટી સંસ્થા છે. આ સંસ્થાના માધ્યમથી ડો.અનાહિતાએ પારસી સમુદાયના દંપત્તિઓને બહુ ઓછા ખર્ચમાં બાળકોનો જન્મ ના થવાની સમસ્યાની સારવાર માટે મદદ કરી હતી.

વર્ષ 2013માં લઘુમતી મામલોના મંત્રાલયે પારસી સમુદાયની પ્રજનન દરમાં સુધારા માટે જિયો પારસી યોજના શરૂ કરી હતી. તે મેડિકલના મોરચા પર જિયો પારસી ટીમના માર્ગદર્શન કરતી રહી છે. ડો. પંડોલે એક સ્પષ્ટવક્તા નાગરિક અને એક કાર્યકર્તા છે, જે મુંબઈમાં ગેરકાયદે હોર્ડિંગ અને પોસ્ટર હટાવવા માટે અભિયાન ચલાવી રહી છે.

જે સમયે મિસ્ત્રીની કાર દુર્ઘટનો શિકાર થઈ તે સમયે ડો.પંડોલેના પતિ ડેરિયસ પંડોલે પણ સવાર હતાં. જે સમયે સાઈરસ મિસ્ત્રીને ટાટાના ચેરમેન પડેથી હટાવવામાં આવ્યા હતાં તે તે સમયે ડેરિયસ પંડોલેએ આ વાતનો વિરોધ પણ કર્યો હતો. ઓક્ટોબર 2016માં મિસ્ત્રીને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ તેમણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ડો.પંડોલેના પતિ ડેરિયસ પંડોલે અને સાઈરસ મિસ્ત્રી નાનપણથી મિત્રો હતાં. તેમણે મુંબઈના કૈથેડ્રલ અને જોન કાનન સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. જે ઘટનામાં સાઈરસ મિસ્ત્રીનું મોત નિપજ્યું તે સમયે ડો.પંડોલે અને તેમના પતિ કારમાં સવાર હતાં. આ દૂર્ઘટનામાં તે બન્ને પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page