Sunday, April 14, 2024
Google search engine
HomeNationalમાતાએ 10માં ફ્લોરની બાલ્કનીમાંથી દીકરાને નીચે લટકાવ્યો, કારણ જાણશો તો આંચકો વાગશે

માતાએ 10માં ફ્લોરની બાલ્કનીમાંથી દીકરાને નીચે લટકાવ્યો, કારણ જાણશો તો આંચકો વાગશે

એક એવો મામલો સામે આવ્યો હતો, જેને જોઈને ભલભલા ચીસો પાડી ગયા હતા. લોકો વિચારવા મજબૂર બની ગયા હતા કે શું એક માતા તેના દીકરા સાથે આવું કરી શકે? લોકોની આંખો પહોળો કરી દેતો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા ખુદ પોતાના દીકરાને સાડીમાં બાંધીને 10માં ફ્લોર પરથી 9માં ફ્લોર પર લટકાવ્યો હતો. આ દૃશ્ય જોઈને પાડોશીઓ પણ ધ્રુજી ગયા હતા.

આ વાઈરલ વીડિયો દિલ્હીને અડીને આવેલા ફરિદાબાદના સેક્ટર-82 સ્થિત ફ્લોરિડા સોસાયટીનો છે. વીડિયોની તપાસ કરતાં મીડિયાની ટીમ ફ્લોરિડા સોસાયટીની મુનેશ શર્મા નામની એ મહિલા સુધી પહોંચી હતી, જેણે ખુદ પોતાના દીકરાને 10માંથી 9માં ફ્લોર પર લટકાવ્યો હતો.

રિપોર્ટ્સ મુજબ મહિલા સોસાયટીના 10માં ફ્લોર પર રહેતી હતી. જેના કોઈ કપડાં નીચેના 9માં ફ્લોરની બાલ્કનીમાં પડી ગયા હતા. 9માં ફ્લોર પર તાળું લાગેલું હતું. જેથી મહિલા એ ફ્લેટમાંથી કપડાં લઈ શકે એમ નહોતી. પછી મહિલાએ પોતાના દીકરાને સાડીના એક છેડાથી બાંધી કપડાં સાડી લેવા માટે નીચે લટકાવ્યો હતો. આ દરમિયાન સામેની બિલ્ડિંગમાં રહેતા લોકોએ આ આખા ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો હતો. જે હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

આ અંગે મીડિયાએ જ્યારે મુનેશ શર્મા નામની આ મહિલા સાથે વાત કરી તો તેણએ કહ્યું કે તેને પોતાની ભૂલ પર પસ્તાવો છે. જ્યારે સોસાયટીમાં રહેતા પરવીન સારસ્વતે જણાવ્યું હતું કે આ ઘટના 6 અથવા 7 ફેબ્રુઆરીની છે.

તેમણે જણાવ્યું કે મહિલાએ પોતાના દીકરાને સાડી સાથે બાંધીને સાડી લેવા માટે લટકાવ્યો હતો. એ મહિલાએ 9માં ફ્લોરના ફ્લેટની બાલ્કનીમાંથી સાડી લેવા સોસાયટીમાં કોઈનો સંપર્ક કર્યો નહોતો અને સેલ્ફ ડિસિઝન લીધું હતું, જે ખતરનાક સાબિત થઈ શકે એમ હતું. હાલ સોસાયટી તરફથી આવું કરવા બદલે મહિલાને નોટિસ આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page