Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalવૃદ્ધ સસરાને સાથે મહિલા PSIની મારપીટ, થપ્પડો પણ ઝીંકી દીધી

વૃદ્ધ સસરાને સાથે મહિલા PSIની મારપીટ, થપ્પડો પણ ઝીંકી દીધી

એક ખૂબ શોકિંગ મામલો સામે આવ્યો છે. એક મહિલા PSIએ પોતાના સસરાને ધોઈ નાખ્યા હતા. મહિલા PSIએ હાથ મચકોડીને સસરાને જેમ ફાવે તેમ માર્યા હતા. એટલું જ નહીં આ વખતે અન્ય પોલીસ કર્મચારી તેમજ PSIની માતા પણ હાજર હતી. આ અંગેનો વીડિયો બહાર આવતા લોકોએ PSIને આડેહાથ લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પોલીસે દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં એક મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કેસ નોંધાયો છે. મહિલા PSIનો પોતાના સસરા સાથે મારપીટનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં પુત્રવધૂ પોતાની માતા અને પોલીસકર્મીની સામે જ વૃદ્ધ સસરાને થપ્પડ મારતી જોવા મળે છે. આ મહિલા PSI દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ ઘટના રવિવારની છે.

બે વર્ષ પહેલા દીકરાએ મહિલા PSI સાથે લગ્ન કર્યા હતા
66 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની સાથે દિલ્હીના ગઢવાલી વિસ્તારમાં રહે છે. તેમનો પુત્ર સરકારી નોકરી કરે છે અને તે દિલ્હી બહાર નોકરી કરે છે. વર્ષ 2020માં વૃદ્ધના દીકરના દિલ્હી પોલીસમાં નોકરી કરતી PSI સાથે થયા હતા. લગ્નના થોડાક મહિના પછી જ તેમનો દીકરો અને પુત્રવધૂ અલગ દ્વારકા વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. જ્યાં બંને વચ્ચે વિવાદ થતાં પુત્રવધૂ તેના પિયર ચાલી ગઈ હતી. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

પુત્રવધૂ પોતાના સસરાને થપ્પડ મારે છે
દરમિયાન મહિલા PSI એક પોલીસકર્મી અને પોતાની માતા સાથે તેના સસરાના ઘરે પહોંચી હતી. મારપીટ પહેલાં મહિલા સબ-ઈન્સ્પેક્ટરની માતા અને સસરા વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ ઉગ્ર દલીલ દરમિયાન મહિલા PSI પોતાના સસરાને થપ્પડ મારે છે. જોકે ત્યાં હાજર પોલીસકર્મી પણ આ ઝઘડાને અટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પણ સસરાનો બચાવ કરી શક્યા નહોતો.

સસરાએ આરોપ લગાવ્યા, માતા-પુત્રીએ ઘરમાં તોડફોડ કરી
64 વર્ષીય સસરાએ આરોપ લગાવ્યા હતા કે પુત્રવધૂ અને તેની માતા રવિવારે તેમના ઘરે આવ્યા અને ઘરમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ આરોપી પુત્રવધૂએ તેમની વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસને લઈને સસરાને થપ્પડ મારી દીધી હતી. આ બાબતે સસરાનું કહેવું છે કે તેની પુત્રવધૂ બે વર્ષથી પોતાનો પોલીસ પાવર બતાવીને મારા પરિવારને પરેશાન કરી રહી છે અને માર મારપીટ પણ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page