Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસ્વામીએ કર્યું ભગવાન શિવનું ઘોર અપમાન, ન કહેવાના શબ્દો વાપર્યા

સ્વામીએ કર્યું ભગવાન શિવનું ઘોર અપમાન, ન કહેવાના શબ્દો વાપર્યા

સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમણે આ અંગે માફી માંગી છે. તેમજ શિવજી દેવાધિદેવ છે અને શિક્ષા રૂપે સાત દિવસના ઉપવાસ અને મૌન રાખીશ તેમ જણાવ્યું છે.

પ્રવચનમાં શું કહ્યું હતું આનંદ સ્વામીએ
સાધુ આનંદસાગરે અમેરિકામાં પ્રવચનમાં કહ્યું હતું કે, પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે, ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે. પ્રબોધ સ્વામી તેમની રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કીધું હતું કે, જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો ગેટ બંધ હતો. ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે, આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યાં છો તો અંદર પધારો. પ્રબોધ સ્વામીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધ સ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા. પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે, એમ કહી, શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’

યુવકની લાગણીને ભાવા આપવા કર્યું: સાધુ આનંદસાગર
આંનદસાગર સ્વામીએ માફી માગતા કહ્યું છે કે, દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે, પૂજનીય દેવ છે અને અતિશય મોટા છે. એ સનાતીય સંસ્કૃતિના દરેક સાધક, દરેક હિન્દુ માટે છે અને મારા માટે પણ પૂજનીય છે, આરાધ્ય છે અને રહેશે. મેં એક યુવકની લાગણીને ભાવ આપવા માટે કર્યું, મારાથી જે કાંઇ ભૂલ થઇ છે તે બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે એક સાધક તરીકે તમામ શિવભક્તોને, તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકોને અને દરેક ભક્તજનની અત:કરણપૂર્વક હ્રદયથી ક્ષમા માંગુ છું. માફી માંગુ છું.

મૌન અને સાત દિવસના ઉપવાસ
તેમણે વધુમાં કહ્યું કે, આ અવસર જ્યારે થયો ત્યારે પ્રબોધ સ્વામીએ મને ખૂબ કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમિયાન મને મૌન પણ આપ્યું છે અને ત્યાર પછી સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. પરંતુ આજે જ્યારે બધા ભક્તોની લાગણી દુભાઇ છે, ત્યારે આ વાત હું કરી રહ્યો છું. પણ પ્રબોધ સ્વામીએ તો મને શિક્ષા ત્યારે જ આપી દીધી હતી. ફરી એકવાર હું માફી માંગુ છું. (તસવીર- આનંદ સાગર અને પ્રબોધ સ્વામી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page