ભયંકર કાર અકસ્માતમાં સ્કૂલના મહિલા પ્રિન્સિપાલનું મોત, કારનું વળી ગયું પડીકું

ઉજ્જૈનની ડીપીએસ (દિલ્હી પબ્લિક સ્કૂલ) ના વિદ્યાર્થીઓ અને સ્ટાફને હજી એ વાત પર વિશ્વાસ જ નથી આવતો કે શાળાના આચાર્ય હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ ગણિતના એક્સપર્ટ હતા અને અંગ્રેજી પર પણ બહુ સારી પકડ હતી. તેમને બેસ્ટ ટીચરનો અવોર્ડ પણ મળ્યો હતો. તેમનું નામ હતું રેખા પિલ્લાઈ અને તેમની ઉંમર 59 વર્ષ હતી. તેમના રોડ એક્સિડન્ટના સમાચાર મળતાં જ સૌ ચોંકી ગયા.

રોડ એક્સિડન્ટમાં થયું પ્રિન્સિપલનું અવસાન

ઉજ્જૈનની દિલ્હી પબ્લિક સ્કૂલનાં આચાર્યા રેખા પિલ્લઈ ઈંદોરના નિપાનિયા વિસ્તારમાં રહેતાં હતાં. તેઓ રોજ ઈંદોરથી ઉજ્જૈન અપ-ડાઉન કરતાં હતાં. સોમવારે કાર જાતે જ ડ્રાઈવ કરીએ તેઓ નોકરી માટે ઉજ્જૈન જઈ રહ્યાં હતાં, આ જ સમયે અચાનક ધતરાવદાથી કરોંદિયા વચ્ચે અચાનક જ કાર અનિયંત્રિત થઈ ગઈ અને એક ઝાડ સાથે ટકરાઈ ગઈ. એક્સિડન્ટ બાદ આચાર્યાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.

છેલ્લાં 5 વર્ષથી રેખા પિલ્લઈ દિલ્હી પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યાં છે. હજી સુધી એક્સિડન્ટનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી જ રહી છે. સોમવારે આચાર્યા રેખા પિલ્લઈ રોજની જેમ સવારે લગભગ 8 વાગે પોતાના ઘરેથી નીકળી હતી. કાર તે જાતે જ ચલાવી રહી હતી. તે રોજ આ જ રસ્તેથી આવન-જાવન કરતી હતી. આ જ કારણે કેટલાક લોકો તેને ઓળખવા પણ લાગ્યા હતા. આ જ કારણે એક્સિડન્ટ બાદ ડેમેજ થયેલ કારને જોઈને તેમના ડ્રાઈવર અરૂણને તેની માહિતી આપી.

રોજ ડ્રાઈવર સાથે આવતી હતી, સોમવારે એકલી જ નીકળી હતી

ડ્રાઈવર અરૂણે જણાવ્યું કે, દર શનિવારે મેડમ જાતે જ કાર ચલાવીને ઘરે જતાં હતાં. સોમવારે જાતે જ કાર ચલાવીને સ્કૂલે આવતાં હતાં. આ જ રીતે સોમવારે પણ તે સવારે સ્કૂલે જઈ રહી હતી. અરૂણે કહ્યું, ‘મારું ઘર ઉજ્જૈનમાં જ છે. સોમવારે સાંજે હું તેમને ઈંદોર લઈ જઉં છું. ત્યારબાદ રોજની જેમ શનિવાર સુધી હું તેમને લાવું છું અને લઈ જઉં છું. મારું ઘર ગ્રામ કરોદિયામાં છે અને હું ત્યાં રોકાઈ જાઉં છું.’

દીકરો સિંગાપુરમાં નોકરી કરતો હતો

આચાર્યાના પરિવારમાં પતિ શશિધર પિલ્લઈ અને એક દીકરો છે. દીકરો સિંગાપુરમાં નોકરી કરે છે. પતિ રિટાયર્ડ થઈ ગયા છે. દીકરાને પણ આ દુર્ઘટનાના સમાચાર આપી દેવામાં આવ્યા છે. નાગઝિરી પોલીસે જણાવ્યું કે, રેખા પિલ્લઈના શબને પોસ્ટમાર્ટમ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાની તપાસ ચાલું છે.

ગણિતનાં એક્સપર્ટ હતાં રેખા

ડીપીએસ સ્કૂલનાં ડિરેક્ટર માધવી મિશ્રાએ જણાવ્યું કે, શરૂઆતમાં તો અમને વિશ્વાસ જ નહોંતો આવતો કે, રેખા મેડમ હવે અમારી વચ્ચે નથી. 1 જાન્યુઆરીએ આચાર્ય તરીકે તેમને આચાર્ય તરીકે પાંચ વર્ષ થયાં. ધોરણ 10,11 અને 12 ના ગણિત અને અંગ્રેજી પર તેમની બહુ સારી કમાન્ડ હતી. ઉજ્જૈનના તેમના જેટલાં એક્સપર્ટ ટીચર ભાગ્યે જ કોઈ હશે. તેઓ ઈચ્છતાં હતાં કે, બાળકોને લાંબા સુધી ગણિત ભણાવી શકે. જૉઈનિંગ બાદ બે વર્ષ સુધી તેઓ ઉજ્જૈનમાં રહ્યાં. ત્યારબાદ ઈંદોરમાં રહેવા લાગ્યાં અને ત્યાંથી અપ-ડાઉન કરી રહ્યાં હતાં.

બેસ્ટ ટીચરનો અવોર્ડ મળ્યો હતો

માધવી મિશ્રાએ જણાવ્યું કે, રેખા મેડમ સવારે લગભગ 8 વાગે સુધીમાં આવી જતાં હતાં. સાંજે જતાં રહેતાં હતાં. ઉજ્જૈન આવતાં પહેલાં તેઓ નોએડામાં ડીપીએસમાં સેવા આપતાં હતાં. ત્યાં તેમને બેસ્ટ ટીચરનો અવોર્ડ પણ મળ્યો હતો. તેમના પતિ રિટાયર્ડ થયા એટલે તેઓ ઈંદોર રહેવા જતાં રહ્યાં. આ દરમિયાન તેમણે ઉજ્જૈનમાં ડીપીએસ જોઈન કરી હતી. તેઓ ખૂબજ બુદ્ધિજીવી હતાં. 16 ડિસેમ્બરે થયેલ એન્યુઅલ ફંક્શનમાં તેમણે બનાવેલી સ્ક્રિપ્ટ લોકોને ખૂબજ ગમી હતી. તેમના મૃત્યુના સમાચાર મળતાં જ સ્ટાફ અને શાળાનાં બાળકો શોકમાં ગરકાવ થઈ ગયાં.

Similar Posts