Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઉપરાઉપરી બે દીકરાના મોત, રસ્તામાં પિતાના શ્વાસ થંભી ગયા, ભાવુક બનાવ

ઉપરાઉપરી બે દીકરાના મોત, રસ્તામાં પિતાના શ્વાસ થંભી ગયા, ભાવુક બનાવ

ક્યારેક-ક્યારેક સમય બહુ ખરાબ ખેલ રમી જાય છે. એક જ ઝાટકે આખો પરિવાર તહેસ-નહેસ કરી નાખે છે. આવી જ દુખદ ઘટના ઘટી છે બિહારના દરભંગા જિલ્લાના મનીગાછી તાલુકાના અમઈ ગામમાં. અહીં સૌથી પહેલાં નાના દીકરાનું અવસાન થયું. ત્યારબાદ મોટા દીકરાનું પણ અવસાન થયું. દુ:ખનો આ સિલસિલો અહીંથી નથી અટકતો. પિતા જ્યારે બંને દીકરાઓનાં શબ લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું પણ મૃત્યુ થયું.

ઉલ્લેખનિય છે કે, મૃતક પચકૌરી સદાય (50) ગત દસ વર્ષથી ગાજિયાબાદમાં રહીને કામ-કાજ કરી રહ્યા હતા. તેમનું વતન અમઈ ગામ છે. તેઓ તહેવારો સમયે ગામ આવતા હતા. થોડા દિવસ પહેલાં જ પત્ની સોમની દેવી અને દીકરીને લઈને ગામ આવ્યા હતા. તેઓ ફરીથી ગાઝિયાબાદ ગયા કે, દીકરાઓને પણ પોતાની સાથે ગામ લઈ આવે. પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું. શનિવાર, 24 સપ્ટેબરે તેમના વચેટ દીકરા કૃષ્ણા (21) નું એક રોડ એક્સિડેન્ટમાં નિધન થયું. તે ડિલીવરી બૉય હતો.

દીકરાના મૃત્યુથી પચકૌરી બહુ ઉદાસ હતા. તેઓ દીકરાનું શબ લઈને ગામ આવી રહ્યા હતા ત્યાં રસ્તામાં તેઓ પણ રોડ એક્સિડેન્ટના શિકાર બન્યા. આ દુર્ઘટના આગરા-લખનઉ એક્સપ્રેસવે પર કનૌજના સૌરિખ વિસ્તારમાં ઘટી હતી. જેમાં પચકૌરીજીનું અવસાન થયું.

એક તરફ તેમની પત્નીને હજી સુધી ખબર નથી કે, તેમના પતિ દીકરાનું શબ લઈને આવી રહ્યા હતા. પરંતુ જ્યારે રવિવારે સવારે (25 સપ્ટેમ્બરે) દીકરા અને પતિનું શબ આવ્યું તો પત્નીની હાલત રડી-રડીને ખરાબ થઈ છે. તેમની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં.

આ પહેલાં લગભગ 6 વર્ષ પહેલાં પચકૌરીના નાના દીકરા ગોપાલનું પણ એક રોડ એક્સિડેન્ટમાં અવસાન થયું હતું. ત્યારથી જ પરિવાર બહુ દુ:ખમાં હતો. એકજ ઘરમાં ત્રણ લોકોનાં રોડ એક્સિડેન્ટમાં અવસાન થયાં. એવામાં ઘરમાં હવે માત્ર મોટો દીકરો હરેરામ સદાય, પત્ની સોમની દેવી અને અને પુત્રવધુ સોની દેવી તેમજ દીકરી માલા કુમારી (15) જ રહ્યાં છે.

ગામમાં જ્યારે એકજ ઘરમાંથી બે અર્થીઓ ઉઠીઓ જોનાર સૌ ભાવુક થઈ ગયાં. સૌની આંખમાં પાણી આવી ગયાં. તો પરિવારનાં આંસુ રોકાતાં જ નથી. દરેક વ્યક્તિ એમજ કહે છે કે, ભગવાન આવો દિવસ કોઈને પણ ન બતાવે. આ ઘટના બાદ ગામમાં આઘાતનું વાતાવરણ છે. ઘણા લોકોના ઘરમાં ચૂલો સળગતો જ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page