Friday, April 19, 2024
Google search engine
HomeNationalઅકલ્પનીય ઘટના, મર્સિડિઝની વચ્ચે આવી ગયું ટ્રેક્ટર અને પછી જે થયું એ..

અકલ્પનીય ઘટના, મર્સિડિઝની વચ્ચે આવી ગયું ટ્રેક્ટર અને પછી જે થયું એ..

મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે, ટેક્ટર સાથેના એક્સિડન્ટથી ગાડીઓના ફૂરચા ઊડી જતા હોય છે, પરંતુ આવું પહેલી વાર બન્યું છે, જ્યારે મર્સિડીઝ સાથે ટક્કર બાદ એક ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા છે. આ અકલ્પનિય ઘટના તિરૂપતિ પાસે થઈ છે.

કેવી રીતે થઈ દુર્ઘટના
આંધ્ર પ્રદેશમાં તિરૂપતિ પાસે ચંદ્રગિરી બાયપાસ રોડ પર એક રોડ એક્સિડેન્ટ થયિ. એક્સિડન્ટ સોમવારે થયો, જેમાં એક મર્સિડીઝ કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ. બંને વચ્ચે એક્સિડન્ટ ત્યારે થયો જ્યારે રસ્તા પર ચાલી રહેલ મર્સિડીઝ સામે અચાનક જ ખોટી દિશામાંથી ટ્રેક્ટર આવી ગયું.

દુર્ઘટના બાદ ચોંકી ગયા લોકો
બંને વાહનો વચ્ચે થયેલ એક્સિડન્ટથી ભેગા થયેલ આસપાસના લોકો ચોંકી ગયા. કારણકે આ એક્સિડન્ટ બાદ ટેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે મર્સિડીઝ કારને વધારે નુકસાન થયું નહોંતું. કારને ઊંધી દિશાથી ટક્કર થવાના કારણે ડાબી બાજુ કારને થોડું નુકસાન થયું. બંને વાહનો વચ્ચેનો એક્સિડન્ટ બહુ ભયંકર હશે, કારણકે ટ્રેક્ટર સાથે બાંધેલ ટ્રોલી રસ્તા પર ઊધી થઈ ગઈ હતી.

કાર સવારને કઈં નુકસાન થયું?
મર્સિડીઝ કારમાં સવાર લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કારમાં સવાર બધા જ લોકોને થોડું-ઘણું વાગ્યું છે, પરંતુ બધા જ સુરક્ષિત છે. તો ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ થોડો ઘાયલ થયો છે.

સાઈરસ મિસ્ત્રીનું પણ થોડા સમય પહેલાં રોડ એક્સિડન્ટમાં થયું હતું મૃત્યુ
ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં જ દેશના મોટા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું પણ એક રોડ એક્સિડન્ટમાં અવસાન થયું હતું. દુર્ઘટના સમયે તેઓ પણ મર્સિડીઝ કંપનીની કારમાં જ સવાર હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page