Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalચાલતી કાર પ્રેમી-પ્રેમિકા સાથે કરવા લાગ્યા ઓરલ સેક્સ ને પછી...?

ચાલતી કાર પ્રેમી-પ્રેમિકા સાથે કરવા લાગ્યા ઓરલ સેક્સ ને પછી…?

અમેરિકાના ફ્લોરિડામાં એક વ્યક્તિને ડ્રાઇવિંગ કરતી વખતે ઓરલ સેક્સ કરવું ભારે પડી ગયું. ઓરલ સેક્સના ચકકરમાં તેનું ધ્યાન ડ્રાઇવિંગથી ભટકી ગયું હતું અને તેની SUV એક ટ્રક સાથે ટકરાઈ હતી. બચાવ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત બાદ બંને (ડ્રાઇવર અને મહિલા પેસેન્જર) અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યા હતાં.

અકસ્માત બાદ એક પીડિત વ્યક્તિ રોડ પર પડી હતી, જેનું પેન્ટ ઘુંટણની નીચે સુધી ઉતરેલું હતું. મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ પર કટ માર્ક હતો અને આ ઈજા ખૂબ જ ઊંડી હતી, જેમાંથી લોહી પણ નીકળતું હતું.

બંને વાહનોને ભારે નુકસાન થયું હતું
રિપોર્ટ મુજબ કાર અને ટ્રક સામસામે ટકરાતાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. SUVમાં રહેલાં પુરુષ અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના દરમિયાન ટ્રકમાં ડ્રાઇવર સાથે એક મુસાફર પણ હતો. અકસ્માતમાં બંનેને સામાન્ય ઈજા થઈ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

પુરુષો અને સ્ત્રીઓની બેદરકારીને કારણે અકસ્માત થયો
આ અકસ્માત પાછળ SUVમાં રહેલા પુરુષો અને મહિલાઓની બેદરકારીને સંપૂર્ણપણે જવાબદાર ગણવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે SUV ડ્રાઈવર અને મહિલા વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવશે કે નહિ. પોલીસ ટીમ આ ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page