સલામ છે આ મહિલા ટેક્સી ડ્રાઈવરને, તેણે જે વૃદ્ધ સાથે કર્યું તે જાણીને મનમાં થશે ગર્વની લાગણી

Featured International

જ્યોર્જિયાઃ લોરેન મુલવિહિલ એક મહિલા ડ્રાઈવર છે. થોડાં સમય પહેલાં જ તેને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેણે 89 વર્ષના વૃદ્ધ રોનાલ્ડ ડેબનરે તેમના ઘરે મૂકવા જવાના છે. લોરેન જ્યારે રોનાલ્ડને લઈ તેના જ્યોર્જિયા સ્થિત ઘરે જતી હતી ત્યારે તેને આશા હતી કે વૃદ્ધનો પરિવાર તેને આવકારશે પરંતુ આવુ કંઈ જ થયું નહીં.

ઘરની આવતી સ્થિતિ હતીઃ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે લોરેને જોયું કે રોનાલ્ડ તેના કૂતરા સાથે એકલો રહે છે. તેની પત્ની તથા ઘરના અન્ય સભ્યોનું નિધન થઈ ગયું છે. લોરેન અંદર સુધી રોનાલ્ડને મૂકવા ગઈ હતી. ઘરની અંદરની સ્થિતિ જોઈને લોરેને ચમકી ગઈ હતી. આખું ઘર અસ્ત-વ્યસ્ત હતું. બાથરૂમમાં લીલ જામી ગઈ હતી. અનેક જગ્યાએ કૂતરાએ ગંદકી કરી હતી. ઘરની સીડીઓ તૂટેલી હતી. રોનાલ્ડ માનસિક રીતે સ્વસ્થ હોવા છતાંય ઠીકથી ચાલી શકતો નહોતો. જેથી ઘરની કાળજી લઈ શકાતી નહોતી. રોનાલ્ડને ડર હતો કે જો કોઈને તે ઘરે સાફ-સફાઈ માટે બોલાવશે તો તેનું ઘર કોઈ લેશે.

સોશિયલ મીડિયા પર કરી અપીલઃ
લોરેન આ વૃદ્ધને એકલા મૂકવા માગતી નહોતી. આથી જ તેણે સોશિયલ મીડિયા પર રોનાલ્ડની મદદ માટે એક ગ્રૂપ બનાવ્યું હતું. તેના પર લખ્યું હતું, ‘મેં રોનાલ્ડના ઘરને સાફ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હું સિંગલ મધર છું અને મારા બાળકો વધુ સમય એકલા રહી શકે તેમ નથી. રોનાલ્ડને મદદની જરૂર છે પરંતુ તે બદલામાં કંઈ જ આપી શકે તેમ નથી. આ સિવાય તેને ડરે છે કે કોઈ તેની પાસેથી તેનું ઘર છીનવી ના લે.’ આ ગ્રૂપના 800 લોકોએ આખા ઘરની સફાઈ કરી અને રિપેર પણ કર્યું. આ સિવાય રોનાલ્ડના ઘરે જરૂરી વસ્તુઓ પણ મૂકી. રોનાલ્ડ આનાથી ઘણો જ ખુશ છે અને તેણે મદદ કરનાર લોકોનો આભાર માન્યો છે. તેણે કહ્યું હતું કે લોરેન તેને ઘરની બહાર ઉતારીને જતી રહી શકી હોત પરંતુ તે અંદર સુધી મૂકવા આવી અને ઘરની ખરાબ પરિસ્થિત જોઈને મદદ પણ કરી. તે આ વાત ક્યારેય નહીં ભૂલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *