સંતાનોને ચોકલેટ આપતા હોવ તો ધ્યાન રાખજો, 6 વર્ષની બાળકીનું ધ્રુજાવી દેતું મોત

માતા-પિતા માટે એક ચેતવણરૂપ કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને ચોકલેટ ખાવા આપતા પહેલા વિચારજો. 6 વર્ષની એક બાળકીનું ચોકલેટના કારણે તડપી તડપીને મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સામન્વી પુજારી નામની બાળકી પોતાના ઘરમાં હતી અને સ્કૂલ બસમાં ચઢવાની હતી.

કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં બુધવારે 6 વર્ષની એક બાળકી સામન્વી પુજારી સ્કૂલે જવાની ના પાડતી હતી. માતા-પિતા અને પરિવારના સભ્યોએ તેને સ્કૂલ જવા માટે જેમ-તેમ કરીને મનાવી લીધી. મા સુપ્રિતા પુજારીએ પણ સામન્વીને મનાવવા માટે એક ચોકલેટ આપી. આ વચ્ચે સ્કૂલ વાન આવી ગઈ. જેને જોઈને સામન્વીએ રેપરની સાથે જ ચોકલેટ મોઢામાં મૂકી દીધી. તરત ચોકલેટ ગળામાં ફસાઈ ગઈ અને શ્વાસ રુંધાઈ જતા તેઓ બસના દરવાજાની પાસે જ બેભાન થઈ પડી ગઈ.

હોસ્પિટલ લઈ જતાં પહેલાં જ મોત થયું
બેભાન સામન્વીને ભાનમાં લાવવા માટે બસના ડ્રાઈવર અને પરિવારના લોકોએ ઘણાં જ પ્રયાસ કર્યા. પરંતુ તે બેભાન થઈ ગઈ. જે બાદ પરિવારના લોકો તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરી.

સ્કૂલે પણ રજા જાહેર કરી
ઘટનાની તપાસ કરતી બૈંદૂર પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. તો સ્કૂલે સામન્વીના મોત પછી રજા જાહેર કરી દીધી. સામન્વી વિવેકાનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પહેલાં ધોરણમાં ભણતી હતી.

Similar Posts