મોદી સરકાર મફતના ભાવે આપશે સસ્તા AC, જાણો શું છે પ્રોસેસ અને કિંમત

Feature Bottom National

નવી દિલ્હી: ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારી કરી રહી છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવી શકે છે.

જ્યારે ગરમીનો પારો ચરમ સીમા પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા માંગે છે પરંતુ ભાવ સાંભળીને ખરીદવાનું માંડી વાળીએ છીએ. પરંતુ આવા લોકો માટે ખુશખબરી છે જે મોંઘા હોવાથી એસી ખરીદી શકતા નથી. હવે મોદી સરકાર ઘરે-ઘરે એસી પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવા જઈ રહ્યું છે.

AC 20 થી 30% સસ્તા હશે
મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી ખાસિયત એ હશે કે, તેના ઉપયોગથી વીજળીનો વપરાશ ઓછો થશે. જેના કારણે તમારા વીજળી બિલમાં પણ 35-40 ટકા સુધીનો ઘટાડો આવશે.

ગ્રાહક આ એસીને ઘરે બેઠા ઓનલાઈન ખરીદી શકશે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર જ એસી ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી છે. તેના માટે સરકારી કંપની EESL જુલાઈથી સામાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેટ લોંચ કરશે. આ ઉપરાંત એસીની સાથે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મળશે. આ એસી બજારમાં જુલાઈથી ઉપલબ્ધ થવાનો અંદાજો છે. એટલે બસ તમારે માત્ર એકાદ-દોઢ મહિનાની રાહ જોવી પડશે.

સસ્તામાં આ ગ્રાહકોને જ મળશે AC
જેમના નામે ઈલેક્ટ્રીક બીલ તેમને જ એસી મળશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતા 5 સ્ટાર રેટિંગ એસીની સરખામણીમાં વધુ સક્ષમ હશે. કંપનીએ આવતાં વર્ષ સુધીમાં 2 લાખ એસી વેચવાનો લક્ષ્ય છે. એલજી, પેનાસોનિક, બ્લુ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓને એસી સપ્લાય કરવાની રેસમાં છે.મળતી માહિતી પ્રમાણે એક વર્ષ સુધીની ગેરંટી હશે. જ્યારે એસીના કોમ્પ્રેશરની ગેરંટી 5 વર્ષ સુધી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *