Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમેરિકા જવાની લ્હાયમાં હવે તુર્કીમાં ઉત્તર ગુજરાતના બે પરિવાર ફસાયા? હચમચાવી દેતી...

અમેરિકા જવાની લ્હાયમાં હવે તુર્કીમાં ઉત્તર ગુજરાતના બે પરિવાર ફસાયા? હચમચાવી દેતી ઘટના

કેનેડામાં ચાર ગુજરાતીઓના -35 ડિગ્રીમાં થીજી જવાથી મોત થયાની ઘટના બાદ વિદેશ મોકલતા એજન્ટોના ગ્રૂપમાં વધુ એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. જે પગલે વિદેશ જનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે વીડિયો વાઈરલ થયો છે, તેમાં પહેલે પૈસૈ ઓકે કરો.. પૈસૈ ઓકે કરો…જેવા વાક્યો બોલવામાં આવી રહ્યા છે અને કૂરતાપુર્વક વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વીડિયો અંગે વન ગુજરાત કોઇપણ પ્રકારની પૃષ્ટિ કરતું નથી. આ વીડિયો અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું સીઆઇડી ક્રાઈમના સૂત્રો દ્વારા જણાવવામા આવ્યું છે. (નોંધ- આ વીડિયોની અમે પુષ્ટિ કરતાં નથી.)

તુર્કીમાં ઉત્તર ગુજરાતના બે પરિવારો ફસાયા હોવાના અહેવાલ
ઉત્તર ગુજરાત ના બે પરિવારો પણ અમેરિકા જવાના ચક્કરમાં તુર્કીમાં ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પરિવાર પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે ઉત્તર ગુજરાતથી રવાના થયું હતું. જેમાં તેજસ પટેલ અને તેમના પત્ની અલકાબેન અને દીકરો દિવ્ય છે. જ્યારે બીજા પરિવારમાં સુરેશ પટેલ અને તેમની પત્ની શોભા અને દીકરી ફોરમનો સમાવેશ થાય છે. આ પરિવારો પણ કોઇને કોઈ ભોગે અમેરિકા પહોંચવાની ફીરાકમાં હતા. અને કહેવાઈ રહ્યું છે કે તેઓને તુર્કીના એજન્ટો એ બંધક બનાવી લેવાયા છે.

વીડિયોમાં માથાભારે એજન્ટોની બર્બરતા દેખાઈ
જેમને યાતનાઓ આપતો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં માથાભારે એજન્ટોની બર્બરતા દેખાઈ રહી છે. જેઓ બંધકોને ઢોર માર મારી તેમના પરિવારજનો પાસે પૈસા માંગવતા હોવાનું પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. બીજી તરફ ગાયબ થયેલા આ બે પરિવારના નિકટના સગાઓએ ઇંસ્તાબુલ ભારતીય દૂતાવાસ પાસે પણ મદદની ગુહાર લગાવી છે.

ઉત્તર ગુજરાતમાંથી 90 લોકને ગેરકાયદે વિદેશ મોકલાયા
સૂત્રોનું કહેવું છે કે ઉત્તર ગુજરાતનાં 90 પેસેન્જરોને ગેરકાયદેસર રીતે યુએસ મોકલવા માટે કલોલ તેમજ મહેસાણાનાં એજન્ટોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમાથી અમુક ગ્રુપને મેક્સિકો, અમુક ગ્રુપને તુર્કી તેમજ અમુક ગ્રુપને કેનેડા બોર્ડર પરથી યુએસ ઘુસાડવાનાં હતા. જો કે આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી કલોલ ડીંગુચાનાં પરિવારના નિવેદનનો પણ લઈ લેવાયા છે.

અમેરિકા જવાના હેતુની તપાસ કરાશે
ગાંધીનગર પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અપહરણ થયેલા લોકો બે પરિવારના છે. એક પરિવારમાં તેજસ પટેલ, તેમની પત્ની અલ્કા અને દિકરો દિવ્ય સામેલ છે. જ્યારે બીજા પરિવારમાં સુરેશ પટેલ, તેમની પત્ની શોભા અને દિકરી ફોરમ સામેલ છે. આ લોકો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં તેમના ગામથી અમેરિકા જવા રવાના થયા હતા. પરંતુ તુર્કી પહોંચ્યા પછી તેમનો કોઈ કોન્ટેક્ટ થયો નહતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઈસ્તાંબુલમાં ભારતીય એમ્બેસીને અપહરણ થયલા પરિવારના સંબંધીઓએ ફરિયાદ કરી હતી. તેના આધારે તેમને શોધવામાં આવ્યા હતા. આ મામલે એક સીઆઈડી ટીમ પણ બનાવાવમાં આવી છે. જે ટ્રાવેલના વિવરણને રિ-ક્રિએટ કરશે. પોલીસ એ વાતની તપાસ કરશે કે આ લોકોનો અમેરિકા જવાનો હેતુ શું હતો અને ઈસ્તાંબુલ કેવી રીતે પહોંચ્યા. અધિકારીઓએ હજી આ લોકોના નામ જાહેર કર્યા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page