Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratશાળાએ જતાં મહિલા શિક્ષકાની કારના ભુક્કા બોલી ગયા, કરુણ મોત

શાળાએ જતાં મહિલા શિક્ષકાની કારના ભુક્કા બોલી ગયા, કરુણ મોત

ગુજરાતમાં એક ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે. પ્રજાસત્તાક દિવસના દિવસે જ એક મહિલા શિક્ષિકાને કાળ આંબી ગયો હતો. આ અકસ્માતમાં મહિલા શિક્ષિકાની કારનો બુકડો બોલી ગયો હતો. પળ વારમાં શું થયું એ કોઈ સમજે એ પહેલા જ મહિલા શિક્ષિકાએ આંખો મીચી દીઘી હતી. અકસ્માતમાં એટલો ભયંકર હતો કે જોનારા ચીસો પાડી ગયા હતા.

દેશભરમાં  73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાનદાર ઉજવણી થઈ રહી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં એક દુખદ બનાવ સામે આવ્યો હતો. મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલના શિક્ષકા રાગીણીબેન પટેલનું મોત નિપજ્યુ છે. રાગીણી પટેલ રાયગઢથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સરડોઈ સ્કૂલે આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માતમ થયો હતો.

શિક્ષિકા રાગિનીબેન પટેલ સ્કૂલે જતા હતા ત્યારે મોડાસાના ખંભીસર પાસે તેમની કારનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કાર અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં રાગિનીબેન પટેલની કારનો બુકડો બોલી ગયો હતો અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ટાયર ફાટ્યા બાદ રાગિનીબેન પટેલે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની કાર સામેથી આવતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં રાગિનીબેન પટેલની કાર જબરદસ્ત ઝટકા સાથે પછડાઈને ફરી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં રાગિની પટેલની કારના ફુરચા બોલી ગયા હતા. કારના આગળના ભાગને ખૂબ નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા રાગિની પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page