Saturday, April 13, 2024
Google search engine
HomeNationalએવું તો શું થયું કે ખૂબ જ સુંદર મોડેલે હોટેલમાંથી અચાનક કૂદકો...

એવું તો શું થયું કે ખૂબ જ સુંદર મોડેલે હોટેલમાંથી અચાનક કૂદકો મારી દીધો?

મોડલિંગમાં કરિયર બનાવનારી 19 વર્ષીય મોડલ ગુનગુન ઉપાધ્યાયે હોટલના છઠ્ઠા માળેથી કૂદકો માર્યો હતો. મોડેલ નીચે ઉભેલી કાર પર પટકાઈ હતી. મોડેલને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. હાલમાં મોડલની હાલત ગંભીર છે. જોકે, હજી સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આખરે મોડલે કેમ આવું પગલું ભર્યું. જોકે, તેના પિતા ગણેશ ઉપાધ્યાયે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની દીકરી સાથે હોટલમાં કંઈક ખરાબ થયું હતું અને તેણે કારણે જ તે મરવા મજબૂર થઈ હતી.

આ ખૌફનાક ઘટના રાજસ્થાનના જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી એક હોટલમાં બની હતી. ગુનગુન ઉપાધ્યાય નામની મોડેલ શનિવાર, 29 જાન્યુઆરીના રોજ ઉદયપુરથી જોધપુર આવી હતી. અહીંયા આવ્યાના બીજા દિવસે એટલે કે રવિવારે તેણે પિતાને ફોન કરીને આત્મહત્યા કરવા જઈ રહી હોવાની વાત કરી હતી. છેલ્લીવાર ચહેરો જોઈ લો અને પછી તરત જ તેણે છલાંગ મારી હતી. પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

પિતાએ જોધપુર પોલીસને આ અંગે જાણ કરી હતી. એસપી દેરાવર સિંહે ફોન નંબરના આધારે મોડલ ગુનગુનનું લોકેશન શોધીને ટીમ મોકલી હતી. જોકે, ત્યાં સુધી ગુનગુને કૂદકો મારી દીધો હતો. કહેવાય છે કે તે જ્યારે કૂદી તો સીધી પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પર પડી હતી અને ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને માથામાં ઈજા થઈ છે અને ઘણું બધું લોહી વહી ગયું છે. તે ખૂનથી લથપથ બેભાન પડી હતી. તેને તાત્કાલિક મથુરાદાસ માથુર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

દેરાવર સિંહે કહ્યું હતું કે મોડલ હાલમાં કંઈ જ કહી શકવાની હાલતમાં નથી. પૂછપરછ બાદ જ ખબર પડશે કે તેણે કેમ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને શરૂઆતની તપાસમાં એ વાત ધ્યાનમાં આવી છે કે ગુનગુન સાથે ઉદયપુરની હોટલમાં કંઈક ખરાબ થયું હતું. તેણે પિતાને આ અંગે વાત કરી હતી. ઉદયપુરમાં થયેલી ખરાબ હરકતને કારણે ગુનગુને જોધપુરમાં આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કહેવાય છે કે ગુનગુન મોડલિંગ માટે ઉદયપુર ગઈ હતી. અહીંથી તે સીધી જોધપુર આવી હતી. જોકે, તેના પિતા રેલવે સ્ટેશન પર તેની રાહ જોતા હતા. જોકે, તે સીધી હોટલ લોડ્સ ઇનમાં પહોંચી હતી. તેણે હોટલના કાઉન્ટર પર જ બેગ મૂકી હતી અને લિફ્ટથી સીધી છઠ્ઠા માળે જઈને રૂફ ટૉપ પરથી છલાંગ મારી દીધી હતી.

ગુનગુનના પિતા ગણેશ જોધપુરમાં વેપારી છે. પરિવારમાં એવી કોઈ સમસ્યા કે મુશ્કેલી નહોતી, જેને કારણે દીકરી આટલું મોટું પગલું ભરે. તેની સાથે જે પણ થયું તે હોટલમાં જ થયું છે.

નાની ઉંમરમાં માતા ગુમાવીઃ ગુનગુનને માતા પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. જોકે, થોડાં વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. ગુનગુનને એક ભાઈ છે. ગુનગુનને માસી પ્રત્યે ખાસ્સો લગાવ છે. મિત્રોના મતે, ગુનગુન છેલ્લાં ત્રણ મહિનાથી બીમાર હતી, તેને બ્લડ ઇન્ફેક્શન હતું.

16 વર્ષની ઉંમરથી મોડલિંગ શરૂ કર્યુંઃ
ગુનગુને 16 વર્ષની ઉંમરથી મોડલિંગમાં કરિયર બનાવી છે. આ સમયે તે 11મા ધોરણમાં ભણતી હતી. તેણે અનેક ફેશન શોમાં કામ કર્યું છે. તેણે ઉદયપુરમાં ફેશન શૂટ પૂરું કર્યું હતું. તેના પિતા ડ્રાય ફ્રૂટનો બિઝનેસ કરે છે અને તેમણે ગુનગુનના નામથી નવી બ્રાન્ડ લૉન્ચ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page