Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightધાકડ બેટ્સમેન હાર્દિક-કૃણાલ પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોની કરતાં મોંઘી કાર ખરીદી

ધાકડ બેટ્સમેન હાર્દિક-કૃણાલ પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોની કરતાં મોંઘી કાર ખરીદી

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન હાર્દિક પંડ્યા હાલ ઈજાગ્રસ્ત હોવાથી વેસ્ટ ઈન્ડિઝના ટૂરમાં સામેલ થયો નથી. હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 સીરિઝ રમીને પરત ભારત આવી ગયો હતો.

હાર્દિક અને કૃણાલ પંડ્યાએ લેમ્બોર્ગિની કાર ખરીદી છે તેવું જાણવા મળ્યું છે. બંન્ને ભાઈઓ ઓરેન્જ કલરની કાર સાથે જોવા મળ્યાં હતાં. અત્યારે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બંન્ને ભાઇઓ નવી કાર સાથે મુંબઈના બાંદ્રાના એક જિમની બહાર જોવા મળ્યાં હતાં.


જે કાર હાર્દિક અને કૃણાલે ખરીદી છે તેની કિંમત અંદાજે 4 કરોડ કહેવામાં આવી રહી છે. હાઈટેક ઈન્ટેરિયર અને પર્ફોર્મન્સ સાથે આ કાર ખૂબ જ આકર્ષક લાગે છે. આ કારમાં માત્ર બે લોકો બેસી શકે છે. કારનું એન્જિન 515થી 544 હોર્સપાવરનું છે. એક વખતમાં કુલ 90 લીટર પેટ્રોલ ભરી શકાય છે. કારની માઈલેજ 5થી 7 કિલોમીટર વચ્ચે છે.

તાજેતરમાં જ ધોનીએ એક જીપ ખરીદી હતી જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. ધોનીએ જે જીપ ખરીદી તેનું નામ શેરોકી છે. વિરાટ પાસે જે મોંઘી ગાડી છે તે પોણા ત્રણ કરડોની છે. જો પંડ્યા બ્રધર્સ આ કાર ખરીદી લે છે તો ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોંઘી કાર હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page