Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઆજે સુપરહીરો હાર્દિક પંડ્યાનું ઉદેયપુરના લેક સિટીમાં વ્હાઈટ વેડિંગ, આવો હશે જલસો

આજે સુપરહીરો હાર્દિક પંડ્યાનું ઉદેયપુરના લેક સિટીમાં વ્હાઈટ વેડિંગ, આવો હશે જલસો

રાજસ્થાનમાં આજકાલ લગ્નની સીઝન ફૂલી-ફાલી છે અને રાજસ્થાનમાં શાહી લગ્નો યોજાઈ રહ્યાં છે. રાજસ્થાનની લેક સિટી એટલે કે, ઉદયપુરમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા કોરોના સમયના કોર્ટ મેરેજ બાદ પત્ની નતાશા સાથે વેલેન્ટાઈન ડે, એટલે કે 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ લગ્ન કરશે.

આ શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાઈ રહ્યાં છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના સુપર હીરો તરીકે ઓળખાતા ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તેમનામ લગ્ન આવતી કાલે એટલે કે, 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે યોજાશે.

આ લગ્નમાં દેશ-દુનિયાના ઘણા દિગ્ગજ ક્રિકેટર અને મહેમાનો ભાગ લેશે, ખાસ વાત એ છે કે, આ લગ્નમાં એક અનોખા અને નાનકડા મહેમાન પણ હશે અને એ છે હાર્દિક અને નતાશાનો દીકરો.

વાસ્તવમાં હાર્દિક અને નતાશાએ 31 મે, 2020 ના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતાં, ત્યારબાદ તેમને એક દીકરો જન્મ્યો. કોર્ટ મેરેજ બાદ મોટો સમારંભ કરવાનો હતો, પરંતુ કોરોનાના કારણે તેને ટૂંકાણમાં પતાવવું પડ્યું હતું. એવામાં હાર્દિક અને નતાશાએ 14 ફેબ્રુઆરીના રોજ સાત ફેરા લેવાનો નિર્ણય લીધો હતો.

આ શાહી લગ્ન યોજાશે સરોવરોની સુંદર નગરી ઉદયપુરમાં. જોકે હજી સુધી વેન્યૂને સીક્રેટ રાખવામાં આવ્યું છે, જેથી મીડિયાની નજરમાં આ લગ્ન આવી ન શકે.

પરંતુ ચર્ચા છે કે, ઉદયપુરમાં લેકની નજીક એક હોટેલને પસંદ કરવામાં આવી છે. ત્યાં આજથી 16 ફેબ્રુઆરી સુધી અલગ-અલગ આયોજનો કરવામાં આવશે. ચાર દિવસ માટે આખી હોટેલને બુક કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, ઉદયપુરમાં આ પહેલાં પણ ડેસ્ટિનેશન વેડિંગ થઈ ચૂક્યાં છે, આ લગ્નો ઉદય વિલાસ, લીલા લેક પેલેસ, જગ મંદિર પેલેસ, ફતેહ પ્રકાશ પેલેસ જેવી ફાઈવ સ્ટાર હોટેલોમાં થાય છે. આ બધી જ હોટેલો લેકની નજીક જ છે.

વર્ષ 2020 ની પહેલાંથી જ હાર્દિક પંડ્યા બોલીવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યા હતા. આ ડેટિંગ દરમિયાન બંનેનો પ્રેમ વધ્યો અને પછી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધાં.

તો નતાશા સર્બિયામાં જન્મેલ છે. તે બેલે ડાન્સર, મોડેલ અને એક્ટર છે, થોડાં વર્ષો પહેલાં તે મુંબઈ આવી હતી. ત્યારબાદ અહીં ઘણી એડ મૂવીઝ કરી. ત્યારબાદ બિગ બૉસ શોમાં ગઈ. કેટલીક બૉલીવૂડ ફિલ્મો પણ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page