Thursday, April 11, 2024
Google search engine
HomeNationalપત્ની સાથે પતિએ આચરી હેવાનીયત, પ્રાઈવેટ સાથે કર્યું એવું કે વાંચીને રુંવાટા...

પત્ની સાથે પતિએ આચરી હેવાનીયત, પ્રાઈવેટ સાથે કર્યું એવું કે વાંચીને રુંવાટા ઉભા થઈ જશે

હેવાનીયતની હદ પાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જે વાંચીને ભલભલાને કંપારી છૂટી જશે. એક પત્નીએ તેના પતિ સાથે રુંવાટા ઉભા કરી દેતો આરોપ મૂક્યો છે. હાથ-પગથી દિવ્યાંગ પત્નીનું કહેવું છે કે તેનો પતિ અપ્રાકૃતિક સંબંધ બનાવવાની સાથે તેના પ્રાઈવેટ પાર્ટમાં લીંબુ, ફટકડી અને દારૂ નાંખતો હતો. પીડિત મહિલાએ થોડા મહિના પહેલાં આરોપી પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કંપારી છૂટાવી દેતી પરિણીતાની દાસ્તાન
આ હચમચાવી દેતો બનાવ થોડાક દિવસ પહેલાં હરિયાણાના પાનીપતમાં બન્યો હતો. અહીં એક મહિલા રડતી-રડતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને પતિની હેવાનીયતની દર્દનાક વ્યથા જણાવી હતી. પીડિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવતો હતો. એવી એવી વસ્તુઓ નાખતો હતો કે હું બતાવી પણ નથી શકતી. બહુ ગંદી ગંદી વસ્તુઓ નાંખતો હતો. મારાથી બોલાતું પણ નથી. મને આખું પેટમાં દુ:ખે છે. મારા પ્રાઈવેટ પાર્ટમાં લીંબુ, ફટકડી અને દારૂ નાખતો હતો. જેનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો.

14 વર્ષ પહેલા થયા હતા લગ્ન
પરિણીતાએ આગળ જણાવ્યું હતું કે કે પતિ મારી સાથે મારઝૂટ કરતો હતો અને અલગ રૂમમાં પૂરી દેતો હતો. મને પેટમાં લાતો મારતો તો બોલાતું પણ નહોતું. ખૂબ દર્દ થતું હતું. મારા માતા સાથે વાત કરતી તો ફોન તોડી નાખતો હતો. ગંદી ગંદી ગાળો આપતો હતો. દારૂ પીને ઐયાશી પણ કરતો હતો. જ્યારે પીડિત મહિલાની માતાએ જણાવ્યું હતું કે 18 વર્ષની દીકરી હતી ત્યારે મેં તેના લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ મારી દીકરી પર તેના પતિએ અત્યાચાર ગુજાર્યો છે. અમે ઈચ્છીએ છીએ કે મારી દીકરી સાથે ન્યાય થાય.

14 વર્ષ પહેલા થયા હતા લગ્ન
આ અંગે હરિયાણા પોલીસના ડીએસપી સતીશ કુમારે વત્સે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ મળી છે. ફરિયાદના આધારે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે પીડિત મહિલાએ 14 વર્ષ પહેલા પાનીપતના ગામમાં રહેતા અરુણ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો પણ છે.

પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા
બીજી તરફ મહિલાએ માનસિક અને શારીરિક ત્રાસ ભોગવતી પીડિતાએ પોલીસ કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પીડિતા મહિલાનું કહેવું હતું કે આટલા ક્રુર વ્યવહાર બાદ પણ પોલીસ તંત્ર તેના પતિ સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ લગ્ન બાદથી જ ત્રાસ આપતો હતો, હવે તેને બધી હેવાનીયત પાર કરી નાખી છે. પીડિતાએ પોલીસ તંત્ર સામે પતિ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page