Thursday, April 18, 2024
Google search engine
HomeNationalIAS ટોપર ટીના બીજીવાર લગ્ન કરશે, આ વખતે 13 વર્ષ મોટાં IAS...

IAS ટોપર ટીના બીજીવાર લગ્ન કરશે, આ વખતે 13 વર્ષ મોટાં IAS સાથે ફરશે ફેરા

યુપીએસસી ટોપર રહેલ આઈએએસ ટીના ડાભી બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. જેનો ખુલાસો તેણે પોતે કર્યો છે. ટીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર 2013 બેચના આઈએએસ પ્રદીપ ગવાંડેની સાથે તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, તે હસી પહેરી રહી છું જે તમે મને આપી રહ્યાં છો.

પ્રદીપ ગવાંડે પણ બીજીવાર લગ્ન કરવા જઈ રહ્યાં છે. તેઓ ચુરૂ જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે. આઈએએસ બન્યા પહેલા પ્રદીપ એક એમબીબીએસ ડોક્ટર પણ રહી ચૂક્યા હતાં. તેમનો જન્મ ડિસેમ્બર 1980ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. સુત્રો પ્રમાણે 22 એપ્રિલે તેઓ બન્ને જયપુરના એક ખાનગી હોટલમાં લગ્ન કરશે.

રાજસ્થાન કેડરની 206 બેચની યુપીએસસી ટોપર રહેલ ટીના ડાભીએ 2018માં અતહર આમિર સાથે લગ્ન કર્યા હતાં. અતહર પણ આઈએએસ છે. પરંતુ આ લગ્ન વધારે દિવસ સુધી ટકી શક્યા નહીં અને 2020માં બન્નેએ તલાક લઈ લીધા હતાં. 2016માં અતહર આમિર યુપીએસસી સેકન્ડ ટોપર હતાં.

મસુરીમાં આઈએએસની ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહર એક બીજાની નજીક આવ્યા હતાં. ત્યાર બાદ તેમણે લગ્ન કરવાનો નક્કી કર્યું હતું. બન્ને રાજસ્થાન કેડરના અધિકારી હતાં. પરંતુ તલાક બાદ અતહર કેડર બદલીને પોતાના ગૃહ રાજ્ય જમ્મુ-કાશ્મીર પરત ફર્યાં હતાં.

લગ્નન બાદ ટીના ડાબીએ પોતાની સરનેમ આગળ ખાન લગાવ્યું હતું. તલાકની અરજીના થોડા સમય પહેલાં જ તેમણે સોશિયલ મીડિયામાં પોતાના નામમાંથી ખાન સરનેમ હટાવી લીધી હતી.

અતહરે પણ ટીનાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. ટીનાના પિતા જસવંત ડાભી અને માતા હિમાની એન્જીનિયર છે. ટીના ડાભીનો પરિવાર જયપુરનો છે પરંતુ તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. જ્યારે તે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમનો આખો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page