Thursday, April 11, 2024
Google search engine
HomeInternational28 વર્ષની જાણીતી મોડલની કરાઈ હત્યા, ઈલેક્ટ્રિક આરીથી શરીરના અંગોને કાપીને અલગ...

28 વર્ષની જાણીતી મોડલની કરાઈ હત્યા, ઈલેક્ટ્રિક આરીથી શરીરના અંગોને કાપીને અલગ કર્યાં

28 વર્ષની મોડલ એબી ચોઈ હોંગકોંગની જાણીતી મોડલ હતી. મોડલ 21 ફેબ્રુઆરીએ અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન તેની બહુ શોધખોળ કરવામાં આવી અને પોલીસને ફરિયાદ કરવામાં પણ આવી હતી. આ કેસ હાઈ પ્રોફાઈલ હતી. મીડિયાની નજર પણ આ કેસ પર હતી.

ચીનના હોંગ કોંગમાં તાજેતરમાં જ હત્યાનો એક દુખદ કેસ જોવા મળ્યો છે, જેણે શ્રદ્ધા વૉલ્કર મર્ડર કેસની યાદો તાજી કરાવી દીધી છે. અહીં એક જાણીતી મોડલ એબી ચોઈની નિર્દયતાથી હત્યા કરી, લાશના ટુકડા કરી તેને ફ્રિજમાં મૂકી દેવામાં આવ્યા હતા. તો હવે એબીનું માથુ પોલીસને એક સૂપ બનાવવાના મોટા વાસણમાંથી મળ્યું છે. જેમાં સૂપ અને શાકભાજીની વચ્ચે તેના માથાને મૂકવામાં આવ્યું હતું.

28 વર્ષની મોડલ એબી ચોઈ હાંગ કાંગની જાણીતી મોડલ હતી. તે 21 ફેબ્રુઆરીએ અચાનક જ લાપતા થઈ હતી. આ દરમિયાન બહુ શોધખોળ કરવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી. આ કેસ હાઈ પ્રોફાઈલ હતો. મીડિયાની નજર પણ આ જ કેસ પર હતી. આ જોતાં પોલીસે પણ તપાસમાં ઉતાવળ કરો. આ દરમિયાન પોલીસને તાઈ પો જિલ્લામાં એક ઘર વિશે માહિતી મળી. જ્યાં એબી ચોઈ છેલ્લી વાર જોવા મળી હતી.

ઘરના ફ્રિજમાં મળ્યા લાશના ટુકડા
સૂચનાના આધારે પોલીસે આ ઘરમાં રેડ પાડી. પોલીસે આ ઘરની તપાસ કરી ત્યાં તેને ક્યાંય ચોઈ ન દેખાઈ, પરંતુ જ્યારે પોલીસે ફ્રિજ ખોલીને હોયું તો, ફ્રિજમાં બે માનવ પગ અને માંસ જોઈને પોલીસના હોશ ઊડી ગયા. પોલીસને ત્યાંથી કપાયેલા પગ, માનવ માંસ, એક વિજળીનો તાર, માંસ કાપવાનું એક મશીન અને મહિલાનાં કપડાં મળ્યાં હતાં. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, પોલીસને અહીંથી એબીનું માથું ન મળ્યું.

ગાયબ હતાં લાશનાં ઘણાં અંગ
પોલીસે ત્યારે જ એ ઘરના ફ્રિજમાંથી મળેલ માનવ શરીરના ટુકડા અને તેના પગની તપાસ કરવા મોકલ્યા, જેથી ખબર પડી શકે કે, આ ટુકડા એબી ચોઈના લાશના જ હતા. ત્યારબાદ પોલીસ ચોઈનાં બાકીનાં અંગો શોધી રહી હતી. એ દરમિયાન મંગળવારે તપાસ દરમિયાન પોલીસે એજ ઘરમાં રેડ પાડી અને એક મોટું વાસણ મળ્યું. આ વાસણનો ઉઓઅયોગ સામાન્ય રીતે સૂપ બનાવવા માટે કરવામાં આવે છે.

સૂપ બનાવવાના વાસણમાંથી મળ્યું માથુ
પોલીસે જ્યારે આ વાસણનું ઢાંકણ ખોલીને જોયું તો તેમાં સૂપ જેવો તરલ પદાર્થ ભરેલો હતો, જેમાં એક તરફ ગાજર, કોબી જેમાં સમારેલાં શાકભાજી તરતાં હતાં. તો બીજી તરફ ઉપરની તરફ ચીકણાશ પણ તરી રહી હતી. જેવો આ તરલ પદાર્થ બહાર કાઢ્યો ત્યાં વાસણમાંથી એક માનવ શરીરનું માથુ મળ્યું. તેના પર માંસ અને ચામડી નહોંતી. આ જોતાં જ પોલીસને તરત જ સમજાઈ ગયું કે, આ માથુ એબી ચોઈનું છે. પરંતુ તેની પુષ્ટિ કરવા માટે માથુ તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

માથા પર નહોંતી ચામડી અને માંસ
એક તરફ તપાસ કરી રહેલ પોલીસ સુપરિટેન્ડેટ એલન ચુંગે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, એબી ચોઈનું માથુ જે સ્થિતિમાં મળ્યું છે, તે આશ્ચર્યજનક છે. જે વાસણમાં તેનું માથુ મળ્યું છે, તેમાં પાણી જેવું કઈંક ભરેલું હતું અને ઉપર શાકભાજીના ટુકડા તરતા હતા. તેમાંથી મળેલ માથા પર ચામડી અને માંસ નહોંતુ.

હત્યાના આરોપમાં પૂર્વ પતિ સહિત 4 લોકોની ધરપકડ
પોલીસ ઑફિસર એલન ચુંગના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એબી ચોઈના પૂર્વ પતિ એલેક્સ ક્વાંગ, સસરા ક્વાંગ કાઉ, પૂર્વ સાસુ જેની લી અને દિયન એન્થોની ક્વાંગનાં નામનો સમાવેશ થાય છે. ચોઈની પૂર્વ સાસુ જેની લીની પૂરાવા દૂર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ રીતે કહ્યું હતું એબી ચોઈનું મર્ડર
આરોપીઓની પૂછપરછમાં જણાવવામાં આવ્યું છે કે, મોડલ પર પહેલાં એક કાર પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં એબી ચોઈ ઘાયલ અને બેભાન થઈ ગઈ. ત્યારબાદ આરોપીઓ એબી ચોઈને ઉપાડીને તેના ઘરે લઈ ગયા અને ત્યાં ઈલેક્ટ્રિક આરીથી કાપીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ તેની લાશના ટુકડા કાપી નાખ્યા. જેમાં માથાને ધડથી અલગ કરી એક મોટા વાસણમાં સંતાડી દીધું હતું. જેની તેની ઓળખ ન થઈ શકે અને તેઓ પકડાય નહીં.

આ હોઈ શકે છે હત્યાનું કારણ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાણીતી મોડલ એબૂ ચોઈનો તેના પૂર્વ પતિ અને તેનાં ઘરવાળાં સાથે કરોડોની સંપત્તિ બાબતે વિવાદ હતો. એબી ચોઈ આ સંપત્તિને વેચવા ઈચ્છતી હતી. જ્યારે તેનો પૂર્વ પતિ અને ઘરવાળાં આ વાતથી નિરાશ હતાં. આ બાબતે છેલ્લા કેટાલાક મહિનાઓથી તેમની વચ્ચે ઘણીવાર ઝગડા પણ થયા હતા.

પૂર્વ પોલીસ અધિકારી હતા માસ્ટરમાઈન્ડ
એબૂ ચોઈના પૂર્વ સસરા ક્વાંગ કાઉ આ આખી ઘટનાના માસ્ટર માઈન્ડ હતા. તેઓ એક પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેઓ વર્ષ 2005 માં જ પોલીસબળમાંથી રિટાયર્ડ થયા હતા. આ પહેલાં વર્ષ 2001 માં લાંબી પોલીસ સેવા બદલ તેમને મેડલ પણ મળ્યું હતું. ચીની અખબાર સિન ચ્યૂ ડેલીનો આરોપ છે કે, એક મહિલાનું યૌન ઉત્પીડન કરવા બદલ તેમની પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page