Thursday, April 18, 2024
Google search engine
HomeNationalલગ્ન બાદ વહુના આ કામને દુલ્હો અને પરિવાર સહિત લોકો કરી રહ્યાં...

લગ્ન બાદ વહુના આ કામને દુલ્હો અને પરિવાર સહિત લોકો કરી રહ્યાં છે વખાણ

આ સમાચાર છે રાજસ્થાની વીરોની ભૂમિ એવી ઝુંઝનું શહેરની. રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાએ સૌથી વધારે શહીદો આપ્યા છે. આ જિલ્લાની એક વહુએ એક નવી જ મિસાલ કાયમ કરી છે. વહુની સાથે-સાથે વહુના પરિવાર અને દુલ્હાના પરિવારનાં પણ લોકો વખાણ કરી રહ્યાં છે. સાસરીમાં આવેલ નવી-નવી વહુએ એક એવું કામ કર્યું છે કે, કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હોય. પળવારનો પણ વિચાર કર્યા વગર નવવધુએ લાખો રૂપિયાનું સામાજિક કામ કર્યું અને એ પણ પોતાને લગ્નમાં ભેટમાં આવેલ રૂપિયાનું.

લગ્નની રસમોમાં વહુને મળ્યા રૂપિયા
વાસ્તવમાં ઝુંઝનું જિલ્લાના ગુંઢા ગોડજી જિલ્લાના રહેવાસી મહેશ ગઢવાલનાં લગ્ન થોડા દિવસ પહેલાં ઝુંઝનું જિલ્લાના ભોડલી ગામમાં રહેતી રિતિકા સાથે થયાં હતાં. લગ્ન બાદ ઘરમાં બધા જ રિતી-રિવાજો પૂરા કરવામાં આવ્યા. આ રિતી-રિવાજો દરમિયાન સસરાએ વહુને મુહ દિખાઈ માટે 1 લાખ 35 હજાર રૂપિયા આપ્યા. વહુએ તેમાંથી મોટાભાગના રૂપિયા પાછા આપવાનું કહ્યું, પરંતુ સસરાએ કહ્યું કે, આ મુહ દિખાઈની રસમ છે અને આ પૈસા પણ તારા જ છે. રિતિકાએ તેના પતિ મહેશને પણ કહ્યું કે, સસરાએ તેને બહુ વધારે પૈસા આપી દીધા છે. તો મહેશે પણ એમ જ કહ્યું કે, આ તારા પૈસા છે, તું જે ઈચ્છે એ કરી શકે છે.

વહુએ ઘણી સ્કૂલોમાં તપાસ કરી 134 બાળકીઓના નામે કરાવી એફડી
આ બાબતે જ્યારે પરિવારના લોકોને ખબર પડી ત્યારે તેમણે વહુને સલાહ આપી કે, આ પૈસા નાની છોકરીઓને કામે લાગી શકે છે. ત્યારબાદ રિતિકાએ ગામની ઘણી શાળાઓમાં સંપર્ક કર્યો અને 10 વર્ષની નાની ઉંમરની બાળકીઓના નામે એફડી કરાવવાનું શાળાના પ્રિંસિપાલને કહ્યું. 10- સરકારી સ્કૂલોમાં 10 વર્ષ સુધીની 134 બાળકીઓ મળી, જેમાં એ બાળકીઓના નામે રિતિકાએ એફડી કરાવી. દરેક બાળકોને એક એફડી આપવામાં આવી. આ બાળકીઓ જ્યારે 18 વર્ષની થઈ જશે ત્યારે તેમને લગભગ 21 સો રૂપિયા પાછા મળશે.

પરિવારના લોકો વહુનાં આ કામનાં કરી રહ્યાં છે વખાણ
પરિવારને જ્યારે રિતિકાના આ કામ અંગે ખબર પડી ત્યારે પરિવારે રિતિકાને શાબાશી આપી. પતિ મહેશ, સસરા અને અન્ય લોકોને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેમણે પણ કહ્યું કે, હવે આ સારું કામ અટકવું ન જોઈએ.

આ બાબતે ગામલોકોને જ્યારે ખબર પડી ત્યારે તેમણે પણ આ નવી-નવેલી વહુનાં બહુ વખાણ કર્યાં. લોકોનું કહેવું છે કે, મોટાભાગે લગ્ન બાદ નવદંપતિ દેશ-વિદેશ ફરવા જવાની તૈયારી કરે છે, પરંતુ ગામમાં આવેલ આ નવી નવેલી વધુએ બધા જ રીતિ-રિવાજો બદલી નાખ્યા છે. વહુએ પોતાના ભાગના બધા જ પૈસા ગરીબ બાળકીઓના નામે કરી દીધા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page