Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratચાર પટેલ યુવકોનું જબરદસ્ત કારસ્તાન, IELTSમાં 8 બેન્ડ લાવ્યા અને અમેરિકા...

ચાર પટેલ યુવકોનું જબરદસ્ત કારસ્તાન, IELTSમાં 8 બેન્ડ લાવ્યા અને અમેરિકા જવા નીકળ્યા પણ…

મહેસાણા જિલ્લાના લોકોને વિદેશમાં જવાની ઘેલસા મોંઘી પડી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના 4 યુવકોન અમેરિકા જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટીંગ કરી 4 યુવકો અમેરિકાતો પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા. આ મામલે મુંબઇ એમબીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની જીઆઇડીસીમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અંગ્રેજી ના આવડતું હોવા છતાં 4 યુવક અમેરિકા પહોંચ્યા
ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહીં પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર હોય છે. ત્યારે મહેસાણાથી જે કૌભાંડ બહાર આવ્યુ છે તે વિચારીને તમે થરથરી જશો. IELTSમાં 8 બેન્ડ મેળવી 4 યુવાનોને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીશ શૈલેષભાઈ પટેલ અને સંગણપુરના સાવન રાજેન્દ્રકુમાર પટેલ સામે તપાસ હાથ ધરાઇ છે.

કેનેડાથી અમેરિકાની જતા સમયે નદીમાં નાવ પલટી
ભારતથી કેનેડા અને અમેરિકા જવા માટે હવે ભારતીયો ગેરકાયદે રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપવી જરૂરી છે, અને તેમાં 4 બેન્ડ લાવવા પણ જરૂરી છે. ત્યારે અંગેજી લખી-વાંચી-બોલી ન શક્તા પટેલ યુવકોએ મોટા તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા પહોંચી ગયા. જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડાથી અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.

કોર્ટમાં અંગ્રેજીમાં જવાબ ન આપી શકતા ભાંડો ફૂટ્યો
યુવકો બોટ ડૂબવા લાગતા અમેરિકાની લોકલ પોલીસ તેઓને બચાવી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય યુવકોને અંગ્રેજીમાં સવાલ જવાબ કરતા યુવકોને પરસેવો વળી ગયો હતો. બાદમાં ટ્રાન્સલેટરને બોલાવી યુવકોને સવાલ જવાબ કરાવ્યા હતા જેથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

નવસારીમાં પરીક્ષા આપી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTSની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા.

કેનેડા મોકલનારા 2 એજન્ટનાં નિવેદન લેવાયાં
31 મેના રોજ અમને તપાસ સોંપાઇ હતી, જેમાં ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનો અને ભારતથી કેનેડા મોકલનારા સહિત બે એજન્ટનાં નિવેદન લીધાં છે, જેમાં ચારેય વિદ્યાર્થી કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરી વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.> ભાવેશ રાઠોડ, પીઆઈ એસઓજી, મહેસાણા

નવસારીમાં પરીક્ષા આપી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTSની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન 2 એજન્ટના નામ સામે આવ્યા
મહેસાણા એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડ જાણવ્યું કે, તપાસ દરમિયાન એજન્ટ ચેતન પટેલ અને જીગર પટેલનુ નામ સામે આવ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા જીઆઈડીસીમાં પ્લોટન 222 નીલમ સીરામીકની ઓફિસમાં બેસી આ કામ કરે છે. ત્યારે આ મામલે નીલમ સીરામીક દુકાનમાં મલિક મહેશ પટેલે જાણવ્યું કે, મારી દુકાનમાં આવું કાઈ કામ થયું નથી તેમજ આ બે વ્યક્તિઓને હું જાણતો પણ નથી તેમજ મારી દુકાનું ખોટું નામ આપવા બદલ હું આ મામલે પોલીસમાં પણ જાણ કરીશ.

એજન્ટ એક વ્યક્તિ દીઠ 21 લાખ લેતા
આ કેસમાં પોલીસ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, એજન્ટ એક વ્યક્તિ દીઠ 21 લાખ રૂપિયા ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાના લેતા જેમાં કોલેજ ફી, ટીકીટ ફી બધું આવી જતું. આ કેસમાં મહેસાણાના બે એજન્ટ સાથે ગાંધીનગરના અમિત ચૌધરી નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. એસોજીની પૂછપરછ દરમિયાન અમિત ચૌધરીને છોડાવવા મંત્રી દ્વારા ભલામણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ કેસમાં મહેસાણા એસઓજી ટીમ ટૂંક સમયમાં મોટા ધુરંધરોને પૂછપરછ માટે લાવી શકે છે.

અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થી

  1. પટેલ ધ્રુવ રસિકભાઈ (રહે.પરાવાસ, માંકણજ, તા.મહેસાણા)
  2. પટેલ નીલ અલ્પેશકુમાર (રહે.ધામણવા, તા.વીસનગર)
  3. પટેલ ઉર્વીશ શૈલેષભાઈ (રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા)
  4. પટેલ સાવન રાજેન્દ્રકુમાર (રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા)
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page