Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalમુકેશ અંબાણીએ માતા કોકિલાબેનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો, ખાસ રીતે તૈયાર કરી બર્થડે...

મુકેશ અંબાણીએ માતા કોકિલાબેનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો, ખાસ રીતે તૈયાર કરી બર્થડે કેક

સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના પત્ની ને મુકેશ-અનિલ અંબાણીની માતા કોકિલાબેને પોતાનો 88મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કોકિલાબેને 24 ફેબ્રુઆરીના રોજ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હવે બર્થડે કેકની તસવીર વાઇરલ થઈ છે. તેમનો જન્મ 1934માં નવાનગર રાજ્ય બ્રિટિશ ભારત (આજનું આપણું જામનગર)માં થયો છે.

અંબાણી પરિવારે કોકિલાબેનનો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો હતો. કોકિલાબેન માટે સ્પેશિયલ કેક તૈયાર કરવામાં આવી હતી. આ કેકમાં આખો અંબાણી પરિવાર જોવા મળે છે.

ધીરુભાઈ અંબાણી તથા કોકિલાબેનની જોડી લોકપ્રિય હતી. કોકિલાબેને દરેક મુશ્કેલીમાં પતિનો સાથ આપ્યો હતો. બંને બેસ્ટ કપલ હતા. 2004માં ધીરુભાઈનું અવસાન થયું હતું. ધીરુભાઈના અવસાન બાદ મુકેશ અંબાણી તથા અનિલ અંબાણી બિઝનેસમાંથી અલગ થયા હતા.

કોકિલાબેનનો જન્મ ગુજરાતના મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. આટલા અમીર દીકરાની માતા હોવા છતાંય તે સાદગી રહેવાનું પસંદ કરે છે. તેઓ ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

બંને વહુઓ પણ લોકપ્રિયઃ કોકિલાબેનની મોટી વહુ નીતા અંબાણી તથા નાની વહુ ટીના અંબાણી પણ એટલાં જ લોકપ્રિય છે. ટીના અંબાણી એક સમયે બોલિવૂડ એક્ટ્રે રહી ચૂકી છે.

નીતા અંબાણી પોતાની સાડી ને જ્વેલરીને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીએ થોડાં મહિના પહેલાં જ મોટા દીકરા આકાશ અંબાણીના દીકરી પૃથ્વીનો જન્મદિવસ જામનગરમાં સેલિબ્રેટ કર્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page