Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratકડકડતી ગરમીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી...

કડકડતી ગરમીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

One Gujarat, Ahmedabad: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની ઘાતક બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે ત્યારે બીજી બાજુ કાળઝાળ ગરમીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેને કારણે ગુજરાતના ખેડૂતો અને શહેરમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. લોકો ઠંડીનો અહેસાસ લેવા માટે છાયડામાં બેસી રહે છે પરંતુ પવન પણ ગરમ ફૂંકાય છે. આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે પણ તાપમાન ઊંચું નોંધાયું હતું જેના કારણે ત્યાં પણ ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના કચ્છ અને જામનગર સહિતના વિસ્તારમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્તિ કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ધણાં વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો હતો. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે, હજુ ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

જામનગર અને દેવભુમિ દ્વારકામાં મંગળવાર અને બુધવારે બપોર બાદ અમુક સ્થળોએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં જામજોધપુર તાલુકાના મોટી ગોપ પંથકમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં અચાનક કરા સાથે વરસાદ પડયો હતો. થોડીવાર સુધી પડેલા જોરદાર વરસાદી ઝાપટાઓના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.

હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભર ઉનાળામાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે. જેને લઈને લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોને પોતાનો ઉનાળુ પાક ખરાબ થઈ જવાનો ડર પણ લાગી રહ્યો છે.

કચ્છના ભચાઉમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં આંબરડી, કબરાઉ, મેઘપર, કુજીસરમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભૂજમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page