Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

મુંબઈ: આજે વહેલી સવારે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીના અજીત પવારે સાથે મળીને સરકાર બનાવી લીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. જ્યારે એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.


એનસીપી છોડીને અજીત પવારે ભાજપનો છેડો પકડી લીધો છે. આ ઉપરાંત એનસીપીના 40 જેટલા ધારાસભ્યો અને અન્યના ઘણાં ધારાસભ્યો ભાજપ સાથે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાજપે દાવો કર્યો છે કે, અમે વિધાનસભાના ફ્લોર પર ભાજપ અને અજીત પવાર સાથે મળીને બહુમત સાબિત કરીશું.


નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અજીત પવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 24 તારીખના રોજ ચૂંટણીના પરિણામો આવી ગયા હતા જોકે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યું નહતું. મહારાષ્ટ્રની જનતા અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે આ નિર્ણય લીધો છે અને સરકાર બનાવી લીધી છે.


મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી દીધી છે. થપથ બાદ દેવેન્દ્ર ફડનવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ખૂબ જ આભાર માન્યો હતો. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી જ્યારે એનસીપીને 54 બેઠકો મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page