Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratછોકરીઓને કોઈ હેરાન કરતું હશે તો વડોદરા પોલીસ FIR વગર પણ કરશે...

છોકરીઓને કોઈ હેરાન કરતું હશે તો વડોદરા પોલીસ FIR વગર પણ કરશે મદદ

ગુજરાતમાં છોકરીઓની વિરુદ્ધ ગુનાના મામલાને જોતાં જ વડોદરા પોલીસે મોટી પહેલનું એલાન કર્યું છે. ગુજરાતના વડોદરા પોલીસે એલાન કર્યું છે કે, કોઈ છોકરીને જો કોઈ છોકરો પરેશાન કરે છે તો પોલીસ ફરિયાદ વગર પણ મદદ કરશે. વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંહે આ વાતનું એલાન કર્યું છે.

વડોદરા પોલીસ કમિશ્નરે કહ્યું કે, કોઈ છોકરીને જો તેનો કોઈ બોયફ્રેન્ડ અથવા એકતરફી પ્રેમમાં કોઈ અન્ય પરેશાન કરે છે તો તેની જાણકારી છોકરી પોતે, તેના પરિવારજનો, મિત્રો અથવા સંબંધીઓ પોલીસને આપી શકે છે. ફરિયાદ નોંધાયા વગર પણ છોકરીઓ પોલીસની મદદ લઈ શકે છે. તેમણે જણાવ્યું કે, પોલીસની શી ટીમ તરફથી આવી ઘટનાઓમાં કાઉન્સલિંગ પણ કરી શકાય છે.

વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંહે કહ્યું કે, એવું થાય છે કે જ્યારે પરેશાન કરી હોવા છતાં પણ છોકરીઓ બદનામીના ડરથી પોલીસનો સંપર્ક કરતી નથી. એવામાં પોલીસની શી ટીમની મદદ લઈ શકે છે. તેમણે જણાવ્યું કે, શી ટીમની એપ પણ છે જેની મારફતે છોકરીઓ જરૂર જાણકારી આપી શકે છે જેનાથી પોલીસે તેની મદદ કરી શકે.

વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંહે જણાવ્યું કે, છોકરીઓની મદદ માટે જ શી ટીમ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વડોદરા પોલીસની શી ટીમ સ્કૂલોમાં બાળકો ગુડ ટચ અને બેડ ટચની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જિંદગી હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે જે કાઉન્સલિંગ પણ કરી શકે છે. 7434888100 નંબર પર ફોન કરીને પણ શી ટીમનો સંપર્ક કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં થોડા દિવસો પહેલાં જ એક તરફી પ્રેમમાં બે યુવતીઓની હત્યાની ઘટનાઓ સામે આવી હતી, વડોદરામાં તૃષા નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી જ્યારે સુરતમાં પણ ગ્રીષ્મા નામની યુવતીની એકતરફી પ્રેમમાં પ્રેમીએ તેની હત્યા કરી નાખી હતી. હત્યાની આ ઘટનાઓ બાદ કાનૂન-વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page