Sunday, May 26, 2024
Google search engine
HomeNationalમહંતે ફૂલ જેવી માસૂમ દીકરીને દારૂ પીવડાવ્યો ને હોટલના બંધ રૂમમાં પીંખી...

મહંતે ફૂલ જેવી માસૂમ દીકરીને દારૂ પીવડાવ્યો ને હોટલના બંધ રૂમમાં પીંખી નાખી

ભારતમાં સાધુ-સંતોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. કારણ કે તે લોકો આધ્યામાતમિક અને ધાર્મિક જ્ઞાન આપતા તેમને માનવતાનો પાઠ ભણાવે છે. પરંતુ મધ્યપ્રદેશના રીવાથી સંત સમાજને કલંકિત કરવાવાળી શર્મનાક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક સગીર બાળકીને કથાવાચક મહંત પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી બાબાના ચેલાની ધરપકડ કરી લીધી છે. પરંતુ બાબા ફરાર થઈ ગયો છે.

જોકે, સાધુના વેશમાં ક્રૂરતા કરનાર આ બાબાનું નામ સીતારામ દાસ મહારાજ છે. જે નામચીત કથાવાચક છે. આરોપી 1 એપ્રિલથી યોજાનાર હનુમાન કથાવાચન માટે રીવા આવ્યા હતાં. જ્યાં તેઓ 28 માર્ચની સાંજે સર્કિટ હાઉસના એનેક્સી ભવન રૂમ નંબર 4માં રોકાયા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે તેનો એક ચેલો સતના જિલ્લાની એક સગીર બાળકીને લાલચ આપીને સર્કિટ હાઉસ લઈને પહોંચ્યો હતો. જ્યાં સગીરા સાથે પહેલા રૂમમાં દારૂ પીવડાવ્યું ત્યાર બાદ બાબાએ તેનો બળાત્કાર કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, બાબાએ જે રૂમમાં આ કારનામાને અંજામ આપ્યો તે એક હિસ્ટ્રીશીટરના નામ પર બુક હતો. આ હિસ્ટ્રીશીટરની પીડિત સગીરાને પહેલા જ ઓળખતો હતો. જે તેને પોતાની સાથે બાબાની સાથે લઈને ગયો હતો અને કહેવા લાગ્યો કે મહંત તેના બગડેલા કામ કરી દેશે, એકવાર તેને મળી લેવું જોઈએ, પછી ના પાડી તો વિનોદ અને બીજા અજાણ્યા શખ્સ સગીરાને રૂમ બાબાની પાસે બંધ કરીને ત્યાંથી જતાં રહ્યા હતાં અને બહારથી રૂમ બંધ કરી દીધો હતો. બળાત્કાર કર્યાં બાદ આરોપી પીડિતાને પરત તેના ઘરે છોડી દીધી હતી.

પીડિતા એક દિવસ પછી 27 માર્ચે પોતાના પિતાની સાથે રીવાના સિવિલ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી બાબા અને તેના સાથીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સગીરાએ કહ્યું કે, હિસ્ટ્રીશીટરે તેને ધમકાવી હતી કે, કોઈને કંઈ કહેતી નહીં, જો કહીશ તો તને જાનથી મારી નાખીશ. ASP શિવકુમાર વર્માએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું છે. જેમાં પહેલો આરોપી મહંત સીતારામ ઉર્ફે સમર્થ ત્રિપાઠી અને બીજો વિનોદ પાંડેય છે. પોલીસે વિનોદની ધરપકડ કરી લીધી હતી. જે એક હિસ્ટ્રીશીટર છે અને હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. હાલ બાબાની શોધખોળ ચાલી રહી છે.

દુષ્કર્મના આરોપી બાબા કથાવાચક છે અને વેદાંતી મહારાજનો શિષ્ય છે. રીવાના ઉદ્યોગપતિથી લઈને અહીંના મંત્રી અને ધારાસભ્યો સાથે તેમનો સંપર્ક છે. રીવાના એસપી નવનીત ભસીનની સાથે મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમ પણ મહંત સીતારામ દાસના ભક્તોમાં સામેલ છે. 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી રીવામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસના પૂર્વ સદસ્ય અને પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીની કથા યોજાવાની હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page