Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઆ અધિકારી ના ભૂલ્યા 'બચપન કા પ્યાર', IPSએ 15 વર્ષ જૂના મિત્ર...

આ અધિકારી ના ભૂલ્યા ‘બચપન કા પ્યાર’, IPSએ 15 વર્ષ જૂના મિત્ર સાથે કર્યા લગ્ન

અત્યારે સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ ગીત ખૂબ જ ચાલી રહ્યું છે. IPS અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લની લવ સ્ટોરી પણ આ ગીતને મળતી આવે છે. અત્યારે બંને પોતાના બાળપણના પ્રેમને ભૂલી શક્યા નથી અને લગ્ન કરીને ઘર વસાવી લીધું છે. તેમની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી સ્ટોરી કરતા ઓછી નથી. આ પ્રેમ કહાનીમાં તમને બાળપણનો સાથ, નસીબનું કનેક્શન અને યુવાઓ પ્રેરિત કરનારી સફળતા સહિત બધું જ મળશે.

IPS અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા ઉત્તર પ્રદેશ કેડરના IPS છે. અત્યારે બંનેનું પોસ્ટિંગ નોઇડામાં છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસ સ્ટેશનમાં વૃંદા શુક્લા ડીસીપી મહિલા સુરક્ષાના પદ પર તહેનાત છે તો અંકુર અગ્રવાલ એડીસીપી સેન્ટ્રલ નોઇડાના પદ પર કાર્યરત છે. પોસ્ટ મુજબ વૃંદા અંકુરની બોસ છે.

IPS અંકુર અગ્રવાલે જણાવ્યું કે, તે ખૂબ જ ભાગ્યશાળી છે જેમણે પોતાના બાળપણના પ્રેમ વૃંદા શુક્લા સાથે લગ્ન કરવાની તક મળી. અંકુર અને વૃંદા મુખ્ય રીતે હરિયાણાના અંબાલાના રહેવાસી છે. આ બંનેએ પોતાનું બાળપણ સાથે વિતાવ્યું છે. બંનેની ફ્રેન્ડશીપ ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે ખબર જ પડી નહોતી. બંને અંબાલાના કેન્ટના કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં નવમાં ધોરણ સુધી સાથે ભણ્યા છે. અંકુરનો પરિવાર અંબાલા સિટીમાં જ્યારે વૃંદાનો પરિવાર અંબાલા કેન્ટ વિસ્તારમાં રહે છે.

સ્કૂલ પુરી થઈ ગયા પછી વૃંદા શુક્લા વધુ ભણવા માટે અમેરિકા જતી રહી હતી. ત્યાં સ્ટડી પૂરી થયા પછી તેમને અમેરિકામાં જ જોબ મળી ગઈ હતી. તો અંકુરે ઇન્ડિયામાં જ રહીને એન્જિનિયરિંગ કર્યું અને બેંગ્લોરની કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી અંકુરની કંપનીએ તેમનું અમેરિકામાં ટ્રાન્સફર કરી દીધું. એવામાં અંકુર અને વૃંદા ફરી એકવાર મળી ગયા હતાં.

અહીં અમેરિકામાં જોબ કરવાની સાથે બંનેએ યુપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી હતી. આ દરમિયાન બંનેના ફ્રેન્ડશીપ ગાઢ થઈ ગઈ. ભારત પાછા આવી બંનેએ પરીક્ષા આપી જેમાં બંને અસફળ થયાં હતાં. પણ આ અસફળતાથી હાર ના માની તે મહેનત કરતા રહ્યા. વર્ષ 2014માં વૃંદા શુક્લાએ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી લીધી અને નાગાલેન્ડ કેડર જોઈન કરી લીધું. તો અંકુર અગ્રવાલે વર્ષ 2016માં યૂપીએસસી પરીક્ષા પાસ કરી ઉત્તર પ્રદેશ કેડર જોઈન કરી લીધું હતું.

બંને IPS તો બની ગયા પણ બંને વચ્ચે દુરી વધી ગઈ હતી. એક યૂપીમાં હતા તો બીજા નાગાલેન્ડમાં હતાં. જોકે, પછી વૃંદાએ કેડર ચેન્જ કરીને યૂપીમાં આવી ગઈ. બંનેએ જાન્યુઆરી 2020થી નોઇડા ડીસીપી અને એડીસીપી તરીકે સર્વિસ આપી રહ્યા છે. બંનેએ 9 ફેબ્રુઆરી 2019માં લગ્ન કર્યા હતાં. પહેલાં તો બંનેના પરિજનોએ કાસ્ટ અલગ હોવાને લીધે માનતા નહોતા. પણ પછી તેમણે બંનેનો સંબંધ સ્વીકારી લીધો હતો.

13 માર્ચ 1989માં હરિયાણના અંબાલા કેન્ટના આઇડી શુક્લાના ઘરે જન્મેલી વૃંદા શુકાએ બીએ(અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય અધ્યયન, ફ્રેન્ચ સાહિત્ય) છે. તેમનો પરિવાર પંચકુલામાં રહે છે. તે 22 ડિસેમ્બર 2018થી એસપી રેન્કના અધિકારી તરીકે સર્વિસ કરી રહી છે.

તો અંકુર અગ્રવાલ 24 ડિસેમ્બર 1988નો જન્મ સીપી અગ્રવાલના ઘરે થયો હતો. રાજસ્થાનના ઝૂંઝૂંનુ જિલ્લા સ્થિત બિટ્સ પિલાનીથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તે યુપીએસસી ક્લીયર કરી મથુરામાં એસીપી તરીકે સર્વિસ કરવા લાગ્યા હતાં. અત્યારે તે નોઇડામાં પેસ્ટેડ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page