Friday, April 12, 2024
Google search engine
HomeInternationalકલ્પના પણ ના કરી શકો એવી પડે છે ઠંડી, જોતા જ ધ્રુજી...

કલ્પના પણ ના કરી શકો એવી પડે છે ઠંડી, જોતા જ ધ્રુજી ઊઠશો એ નક્કી

દુનિયાના ઘણાં દેશોમાં કાતિલ ઠંડી પડી રહી છે. જ્યારે ભારતના પણ ઘણા શહેરોમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. આ બધાંની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયોએ બધાંનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બરફની વચ્ચોવચ ઉભો નજરે પડી રહ્યો છે. જ્યાં એટલી બધી ઠંડી છે કે વ્યક્તિના હાથમાં ખાવાનો જે સામાન છે તે સેકેન્ડમાં બરફ થઈ જતો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં તેની દાઢી અને આંખની પાપળોમાં પણ બરફ જામી ગયો છે.

વ્યક્તિનું નામ જેક ફિશર છે. અભિનેતા જેકે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક ઘણાં વીડિયો શેર કર્યાં છે જેમાં તે બરફવાળા વિસ્તારમાં પડી રહેલ ઠંડીનો નજારો બતાવી રહ્યો છે. એક વીડિયોમાં તે મેગી લઈને ઉભો છે પરંતુ કાતિલ ઠંડીને કારણે મેગી પણ જામી ગઈ હતી અને હવામાં ચમચી પર પણ બરફ થઈ ગઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયો જોઈને લાગે છે કે ત્યાં બહુ જ વધારે ઠંડી પડી રહી છે. વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી કે, તે વ્યક્તિના વાળ જામી ગયા છે જ્યારે બીજા યુઝરે લખ્યું કે, બાપ રે બાપ આટલી બધી ઠંડી. ત્રીજા યુઝરે લખ્યું કે, વીડિયો જોયા પછી તે પણ કાપી રહ્યો હતો.

જેકે ઘણાં વીડિયો શેર કર્યાં છે. એક વીડિયોમાં તેના વાળમાં પણ બરફ જામી ગયો છે જ્યારે કપડામાં પણ બરફના થર બાજી ગયા છે. એક વીડિયોમાં તેની દાઢીમાં પણ બરફના થર જામી ગયા છે. તેણે કહ્યું કે, આ ઓરિજનલ છે. તેના આખા શરીર પર બરફના થર જામી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Jake Fischer (@voicesofjake)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page