Thursday, April 18, 2024
Google search engine
HomeNationalબે કાર ભેગી કરીને બનાવી નવી જ કાર, જોનારા જોતાં જ રહી...

બે કાર ભેગી કરીને બનાવી નવી જ કાર, જોનારા જોતાં જ રહી ગયા

ભારતમાં કાર મોડિફિકેશનનો એક અલગ જ ક્રેઝ છે. લોકો પોતાની નવી ગાડીઓમાં પણ ટાયરથી લઈને અલગ-અલગ પાર્ટ્સને બદલાવતાં હોય છે. પરંતુ ઘણાં લોકો એવા પણ હોય છે જે મોડિફિકેશનની નવો જ આઈડિયા લાવે છે. ત્યારે હાલમાં જ એક એવી જ કાર મોડિફિકેશન સામે આવી છે જેમાં એક વ્યક્તિએ બે ટાટા સફારી કારને એકસાથે જોઈન્ટ કરીને તૈયાર કરી છે. હવે નવા અવતારમાં આ કાર 9 સીટર થઈ ગઈ છે અને 6 ટાયરવાળી બની ગઈ છે. કાર ઓનરનું કહેવું છે કે, તેમને તેની પ્રેરણા હમર 6×6ને જોઈને મળી હતી.

આ વીડિયોને Auto Addiction by prdp નામના યુટ્યુબ ચેનલે અપલોડ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છે કે કેવી રીતે બે સફારી ડિકોર એસયુવીને જોડીને એક કાર બનાવી છે. કારનો અડધો ભાગ એક સામાન્ય ટાટા સફારી જેવો જ છે પરંતુ પાછળના ભાગને બહુ સ્ટ્રેચ કરવામાં આવ્યો છે.

ઈન્ટિરીયરમાં પણ વધારે બદલાવ કર્યો નથી. પાછળની સાઈડે ફેસિંગ સીટ્સ આપવામાં આવી છે જેના કારણે આ ગાડી 9 સીટર બની ગઈ છે. આ યુનિક આઈડિયાવાળું મોડિફિકેશન જલંધરમાં કરવામાં આવ્યું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની આ એક માત્ર આવી ગાડી છે. મોડિફિકેશન બાદ આ ગાડીનું નામ પણ સફારી લદ્દાખ આપવામાં આવ્યું છે. ગાડીના એક્સટીરિયરમાં બહુ બધાં ગ્રાફિક્સ સ્ટીકર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ રીતનું મોડિફિકેશન કાયદાકીય ખોટું છે. જો તમે આ રીતનું મોડિફિકેશન કર્યાં બાદ કારને રોડ પર ચલાવો તો પોલીસ તમને પકડી શકે છે અને વાહનને પણ સીઝ કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page