Saturday, April 13, 2024
Google search engine
HomeNationalલગ્નમાં મોંઘું જેકેટ ના આપ્યું તો પત્નીનો જીવ લઈ લીધો

લગ્નમાં મોંઘું જેકેટ ના આપ્યું તો પત્નીનો જીવ લઈ લીધો

બિહારના વૈશાલીમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈ લોકો હચમચી ગયા હતાં. એક શખ્સને દહેજમાં મોંઘું જેકેટ ન મળ્યું તો ગુસ્સે થઈને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આખો પિયર અને સાસરી પક્ષના સભ્યો હચમચી ગયા હતાં. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ સુત્રો પ્રમાણે, છપરાના મુફસ્સિલ વિસ્તારના મંગાઈડીહ ગામની રહેવાસી રિતિકા કુમારીના લગ્ન 8 મહિના પહેલા વૈશાલી જિલ્લાના દેસરી ગામના કાલી ચરણ સિંહ ઉર્ફ બુલબુલ સિંહની સાથે થયા હતાં. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, લગ્ન બાદ દહેજની ડિમાન્ડ કરીને રિતિકાને હેરાન કરવામાં આવતી હતી. એટલું જ નહીં રિતિકાનો પતિ સાસરીવાળા પાસે મોંઘીદાટ જેકેટની ડિમાન્ડ કરતો હતો જેને લઈને તે રિતિકાને મારતો પણ હતો.

પરિવારજનો પ્રમાણે, રિતિકાની હત્યા 2 દિવસ પહેલા જેકેટ માટે પ્રતાડિન કરવામાં આવી હતી. જેની માહિતી તેણે તેની માતાને આપી હતી. આ સંબંધમાં સાસરીવાળાની વિરુદ્ધ વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પરિવારજના કહ્યાં પ્રમાણે, લગ્ન પછી ફોર વ્હીલર ગાડી અને અન્ય સામાન માટે તેની પુત્રીને માર મારવામાં આવતો અને માનસિક હેરાન કરવામાં આવી હતી. એટલું જ નહીં પુત્રી કોઈ વાત અમારા ઘર સુધી પહોંચાડે નહીં તે માટે મોબાઈલ નંબર પણ ચેન્જ કરી દીધો હતો. 7 મહિના એટલે 2 જાન્યુઆરી 2023ના રોજ અચાનક 7.30 વાગે સવારેમાં સાસરીવાળાનો ફોન કરીને કહ્યું કે, તમારી પુત્રીની તબિયત લથડી ગઈ છે તો તમે જલ્દી આવી જાઓ. જ્યારે હકીકત એ હતી કે, જમાઈ અને ઘરના અન્ય સભ્યો મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતદેહ જોયા પછી પહેલી નજરે એવું લાગતું હતું કે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે પરંતુ આ તમામ માહિતી પોસ્ટમોર્ટમ કર્યાં બાદ જ ખબર પડશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page