Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratજીવ બચાવવા માટે આવેલી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો, વાંચીને વિશ્વાસ નહીં આવે

જીવ બચાવવા માટે આવેલી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો, વાંચીને વિશ્વાસ નહીં આવે

જામનગરમાં વિચિત્ર અને ભયંકર અકસ્માતમાં થયો હતો. જેમાં ત્રણ વાહન કાર, રીક્ષા અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાયા હતા. એમ્બ્યુલન્સમાં એક ઈજાગ્રસ્ત સ્ટુડન્ટને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ એમ્બ્યુલન્સનો જ અકસ્માત થતાં તેમાં રહેલા દર્દીનું મોત નિપજ્યું હતું. વિધીની વક્રતા તો જુઓ એક અકસ્માતમાં બચી ગયેલા સ્ટુડન્ટનું એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ બીજા અકસ્માતમાં મોત થયું હતું.

બાઈકને ટ્રકે ઠોકર મારતાં 3 સ્ટુડન્ટને ઈજા પહોંચી
જામનગરના જામજોધપુરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી છેલ્લું પેપર આપીને બાઈક પર જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીને શેઠ વડાળા અને નરમાણા ગામ વચ્ચે ટ્રક ચાલકે ઠોકર મારી હતી. જેમાં બે વિદ્યાર્થી કિશન મૂઢવા અને નવનીત ચારોલાને ઈજા પહોંચી હતી. જેથી આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે 108 દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા.

ઈજાગ્રસ્ત સ્ટુડન્ટને ફરી અકસ્માત નડ્યો
એક્સિડન્ટમાં ઘાયલ સ્ટુડન્ટને લઈને જતી એમ્બ્યુલન્સનો જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે રિક્ષા અને કાર સાથે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં એમ્બ્યુલન્સ હાજર કિશન મૂઢવાનું મોત થયું હતું. જ્યારે 108ના પાઈલટ સહિત દર્દીના સગાને પણ ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક કિશનના પરિવારમાં પાંચ સભ્ય હતા. જેમાં કિશન સૌથી નાનો હતો. કિશનને એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે.

આ અકસ્માતની ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. તેમજ લોકોના પણ ટોળેટોળા એકઠા થયા હતા. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે દોડી આવી અન ટ્રાફિક દુર કર્યો હતો.

વિધીની વક્રતા તો જુઓ એક અકસ્માતમાં બચી ગયેલા સ્ટુડન્ટનું એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ બીજા અકસ્માતમાં મોત થયું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page