Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratજામનગરમાં વાઈરલ વીડિયો બાદ યુવકે ભર્યું અંતિમ પગલું, ઝેર પીને જીવ આપી...

જામનગરમાં વાઈરલ વીડિયો બાદ યુવકે ભર્યું અંતિમ પગલું, ઝેર પીને જીવ આપી દીધો

જામનગર શહેરમાં ચાર દિવસ પહેલાં એક બિભસ્ત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ચાંદી બજારમાં એક યુવક અને યુવતી કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ બદનામીના ડરથી યુવકે દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે વીડિયો વાયરલ કરનારા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મૃતકના પરિવારજનો દ્વારા હાલમાં જ વાયરલ થયેલા વીડિયોથી બદનામી થવાની બીકે મૃતકે જિંદગી ટૂંકાવી હોવાનું જણાવ્યું હતું. બે વેપારીઓ દ્વારા મૃતક યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતાને લઈ બે વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી પરિવારજનોએ કરી હતી. તેમજ પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી. જોકે, પોલીસની દરમિયાનગીરી બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન પાસે ગત 13 મી તારીખે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એક યુવક અને યુવતી મળ્યા હતા, અને તેઓનો કઢંગી હાલતમાં એક વીડિયો વાયરલ થયો હતો. ચાંદી બજારના ચેક સોની વેપારીની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાંથી તેના ફૂટેજ કાઢીને સોશિયલ મીડિયામાં વહેતા હતા જેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

આ દરમિયાન જામનગરમાં કાલાવડ નાકા બહાર બધુનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષના યુવકે સાંજે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર મામલાને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

સીટી-એ ડિવિઝનના પી.આઈ. એમ.જે.જલ અને તેની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે, અને કેટલાક સોની વેપારીઓના નિવેદનો નોંધાયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈ યુવાને બદનામી થવાના કારણે અથવા તો અન્ય કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં પોલીસે વીડિયો ફૂટેજ સહિતનું સાહિત્ય પણ કબજે કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page