Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratવ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ ઝેરી દવા પી લેતા મોત, પુત્રના બે વર્ષ પહેલા...

વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ ઝેરી દવા પી લેતા મોત, પુત્રના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા

જસદણમાં રહી હેર સલૂનનો વ્યવસાય કરતા પિતા-પુત્રએ સાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જોકે આ આપઘાતના કારણ પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા જસદણ પોલીસે મૃતકના મોટાભાઈના દીકરાના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બામાં રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા નીરવને ફોન કરી જણાવ્યું કે, આપડા છેલ્લા રામ-રામ છે અને અમે દવા પી લીધી છે.

બાદમાં નીરવભાઈ અને તેના મોટાભાઈ બન્ને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને પિતા-પુત્રને 108 ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું અને તેના પુત્ર સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તાત્કાલિક રાજકોટની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સતીષનું પણ મોત નીપજતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર.સિંધવ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને નીરવભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ આપઘાતના કારણ પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા જસદણ પોલીસે મૃતકના મોટાભાઈના દીકરાના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. આ આપઘાતના બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મૃતક રમેશભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.

બપોરે 3-30 કલાકે મારા કાકાનો ફોન આવ્યો કે આપડા છેલ્લા રામ-રામ છે અને અમે દવા પી લીધી છે. પછી તુરંત જ હું અને મારા મોટાભાઈ બન્ને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બન્ને નાળા નીચે દવા પીધેલી હાલતમાં પડ્યા હતા. તેમને 108 ની મદદથી જસદણની સિવિલમાં લઈ ગયા હતા.

સારવારમાં મારા કાકાનું અવસાન થયું છે અને મારા કાકાના દીકરા સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તેમને રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. પરંતુ તેનું પણ મોત નીપજ્યું છે. મારા કાકા અને તેના દીકરાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page