Thursday, April 11, 2024
Google search engine
HomeNationalપ્રેમીનું આણું રોકવા પરણિતી પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ, જોઈને પોલીસની આંખો પહોળી...

પ્રેમીનું આણું રોકવા પરણિતી પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ, જોઈને પોલીસની આંખો પહોળી થઈ ગઈ

પ્રેમીનું આણું રોકવા માટે એક પરિણીત મહિલાએ ખોફનાક હત્યાને અંજામ આપ્યો હતો, જે જોઈને ભલભલા હચમચી ગયા હતા. મહિલા તેના પ્રેમી સાથે ઘર વસાવવા માંગતી હતી. પ્રેમીનું આણું (બાળપણમાં લગ્ન થયા બાદ ઉંમર મોટી થયા બાદ દુલ્હન લાવવાની વિધી) થઈ રહ્યું હતું. જેને રોકવા માટે મહિલાએ તેના પ્રેમીના 12 વર્ષના ભત્રીજાની ધ્રુજાવી દેતી હત્યા કરી હતી. હત્યાથી ઘરમાં શોકનો માહોલ રહે અને આણું રોકી દેવામાં આવે એટલા માટે મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ શોકિંગ બનાવ રાજસ્થાનના જોધપુરના સાથીન નામના ગામમાં બન્યો હતો. મહિલાએ આ માટે પહેલા પ્રેમીના 12 વર્ષના ભત્રીજાનો બોલાવ્યો હતો. પછી ઓઢણીથી તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં ધારદાર હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું. બાળકે તડપી તડપીને દમ તોડી દીધો હતો. બાદમાં તેની લાશને લોટના કોથળામાં ફરી તેને ઓઢણીથી બાંધી દીધો હતો. પછી કોથળાને તગારામાં મૂકી લાશને ગામમાં મંદિરની પાછળ ફેંકી આવી હતી.

ત્યાંથી પસાર થઈ રહેલા અજાણ્યા વ્યક્તિએ કટ્ટાને જોયું તો તેમાં બાળકના પગ બહાર નીકળેલા હતાં. ત્યાર બાદ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બાળકનું નરેશ કુમાર છે. તે પોતાના નાના ગોવર્ધન રામ દેવાસીની પાસે રહેતો હતો. પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ માત્ર 8 કલાકમાં જ આરોપી મહિલાને ઝડપી પાડી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારી અનિલ યાદવે જણાવ્યું હતું કે, પીપાડ શહેરમાં ગ્રામ સાથીનમાં 3 ફેબ્રુઆરીએ સાંજે 12 વર્ષના માસૂમ બાળકનું મર્ડરની સૂચના મળી હતી. જેનો પર્દાફાશ પોલીસ સ્ટેશનની ટીમ અને જિલ્લા સ્પેશિયલ ટીમે કર્યો હતો અને એક મહિલાની 8 કલાકમાં ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ગુરૂવાર રાતે 9 વાગે સૂચના મળી હતી કે કટ્ટામાં એક 12 વર્ષ બાળકની લાશ પડી છે. શરીરના પગ કટ્ટાની બહાર જોવા મળ્યા હતાં. માહિતી મળતાં જ પોલીસ ઘટના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાળકની ઓળખ થયા બાદ મામાએ પીપાડ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી.

જિલ્લો પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને ટીમનું આયોજન કર્યું. સાક્ષીઓના આધારે સંતોષની પત્ની રાજૂરામ દેવાસીની ભૂમિકા શંકાસ્પદ લાગી. ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરી તે તેણે સ્વીકાર કર્યો હતો કે તેણે નરેશની હત્યા કરી છે. તેણે જણાવ્યું કે, નરેશના મામા દિનેશની સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતાં. પરંતુ દિનેશનું આણું 12 ફેબ્રુઆરીએ યોજાવાનું હતું. આ સંતોષને પસંદ આવ્યું નહીં અને તે જેમ-તેમ કરીને રોકાવવા માંગતો હતો. એક બાજુ આ શુભ કામ ચાલતું હતું અને તેણે બીજી બાજુ આ પ્લાન તૈયાર કરતો હતો.

આ માટે સંતોષે છોકરાને બોલાવીને ઓઢનીથી મોઢું દબાવી દીધું અને ધારદાર હથિયારથી નરેશના મોંઢા પર મારીને નિર્મમ હત્યા કરી હતી. ત્યાર બાદ કટ્ટામાં લાશને ભરીને મંદિરની પાછળ ફેંકી દીધી હતી. પરંતુ આ ઘટનાનો પર્દાફાશ થઈ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page