Sunday, May 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં અહીં માત્ર 6 દિવસમાં બન્યો 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ,...

ગુજરાતમાં અહીં માત્ર 6 દિવસમાં બન્યો 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ, જુઓ તસીવીરો

દેશ પર આવી પડેલા સંકટનો સામનો કરવામાં બધા ખભેખભો મિલાવીને આગળ આવી રહ્યા છે. દેશની સમાજિક સંસ્થાઓની સાથે સાથે બિઝનેસમેનો પણ દીલ ખોલીને મદદ કરી રહ્યા છે. દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની અછત સર્જાઈ છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ઓક્સિજન માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશને અકલ્પનીય કામ કર્યું છે. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે મોરબી સિરામિક એસોસિએશને રાતોરાત ઓક્સિજન બોટલિંગનો પ્લાન્ટ ઉભો કરી દીધો છે. હવે આ પ્લાન્ટને કેન્દ્ર સરકાર તરફથી ઝડપથી લિક્વીડ ઓક્સિજન મળી જાય તેની રાહ છે. જેથી અહીં રોજની 1 હજાર સિલિન્ડર ભરીને રોજ તૈયાર થઈ થશે.

સંકટના સમયમાં મોરબી સિરામિક એસોસિએશને સામાજિક સંસ્થાઓ સાથે મળી કાબિલેદાદ કામ કર્યું છે. મોરબી જિલ્લામાં ઓક્સિજન માટે જ્યારે લોકો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે એસોસિએશને લાખોનો ખર્ચ કરી જાતે 6 દિવમસાં 65 ટનની સ્ટોરેજ ક્ષમતાવાળો આખો  પ્લાન્ટ ઉભો કરી દીધો છે. આટલા ટૂંકા સમયમાં પ્લાન્ટ ઉભો કરવો એ કદાચ દેશનો પહેલો રેકોર્ડ હશે. જો આ પ્લાન્ટ કાર્યરત થશે તો અહીંથી રોજની 1 હજાર બોટલ રિફિલિંગ થઈ શકશે. એસોસિએશને જરૂર પડ્યે હજી પણ રાતોરાત પ્લાન્ટ ઉભા કરી દેવાની તૈયારી દર્શાવી છે.

મોરબી સિરામિક એસોસિએશનની સૌથી મોટી મુશ્કેલી છે લિક્વિડટ ઓક્સિજનની. આ પ્લાન્ટથી ઓક્સિજનનું રિફિલિંગ કરવું હોય તો Petroleum and Explosives Safety Organisatioની જરૂર પડે છે. આ અંગેનું લાયસન્સ પણ ઝડપી મેળવી લેવામાં આવ્યું છે. બસ હવે આ પ્લાન્ટને કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી લિક્વિડ ક્વોટા મળી જાય તેની બધા રાહ જોઈ રહ્યા છે.

મોરબીમાં હાલ એક જ બોટલિંગ પ્લાન્ટ છે અને જિલ્લાની કુલ જરૂરિયાત 12-14 ટનની સામે હાલ માત્ર 6 ટન જ ઓક્સિજન મળે છે. હવે આ નવો બોટલિંગ પ્લાન્ટ કાર્યરત થઈ જાય તો મોરબી ઓક્સિજન મામલે સ્વનિર્ભર બની જશે. આ અંગે સિરામિક એસોસિએશને કેન્દ્ર અને ગુજરાત સરકારને જલ્દીથી લિક્વિટ ઓક્સિજન પૂરો પાડવાની વિનંતી પણ કરી છે. એસોસિએશને જણાવ્યું હતું કે જિલ્લાના દર્દીઓને બીજા જિલ્લામાં જઈને હેરાન થવું પડી રહ્યું છે. અમને તાત્કાલિક લિક્વિડ ઓક્સિજન આપવામાં આવે. જેથી અમે હજારો માનવી જિંદગી બચાવી શકીએ. આ પ્લાન્ટમાંથી 1 હજાર બોટલ રિફલિંગ કરી શકાશે.

બીજી તરફ મોરબી સિરામિક એસોસિએશને પોતાની રીતે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એસોસિએશને વિદેશમાં શારજાહથી લિક્વિડ ઓક્સિજન ઈમ્પોર્ટ કરવાની તૈયાર પણ ચાલુ કરી દીધી છે. જેમાં કન્ટેનર અને લોજિસ્ટિક ઈમ્પોર્ટનું કામ શરૂ કર્યું છે. મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની હોસ્પિટલો અને લોકોને ઓક્સિજન રિફિલિંગ માટે ભાવનગર અને શાપર સુધી જવું પડે છે. જ્યાં જે-તે જિલ્લાના નિયમ લાગુ પડતાં હોવાથી મોરબી જિલ્લાના લોકોને ખૂબ હેરાન થવું પડી રહ્યું છે.

નોંધનીય છે કે કોરોનાકાળમાં લોકના જીવ બચાવવા માટે મોરબી સિરામિક એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ હાલ દિવસ રાત મહેનત કરી રહી છે. એસોસિએશન આ પહેલાં જુના સિલિન્ડર એકઠાં કર્યા હતા. એટલું નહીં તેમાં પણ અછત લાગતા તાત્કાલિક નવા પણ ખરીદ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page